શું ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે ગાંજા ઉગાડવાનું શીખવાડાય છે? વધુ એક યુનિ.માં ગાંજાના છોડ મળ્યા

Gujarat University : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા.... D બ્લોક પાસેની જગ્યામાં 6 ફૂટ ઊંચો ગાંજાનો છોડ મળી આવ્યો... NSUI કાર્યકરોએ ગાંજાના છોડ પકડી પાડ્યા... વિદ્યાના ધામમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલ..
 

શું ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે ગાંજા ઉગાડવાનું શીખવાડાય છે? વધુ એક યુનિ.માં ગાંજાના છોડ મળ્યા

Gujarat Education System Fail અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણનું સ્તર હવે સાવ નીચલા પાયદાન પર જતુ રહ્યું છે. વિદ્યાના ધામમાં હવે શિક્ષણ સિવાયનું બીજું બધુ જ થઈ રહ્યું છે. શિક્ષાના ધામોને જાણે બોડી બામણીના ખેતરની જેમ ખુલ્લા મૂકાયા હોય, અને કુલપતિઓ તથા આચાર્યો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શિક્ષણધામ હવે નશાના ધામ બનાવી રહ્યાં છે. ત્યારે હવે એવી ઘટનાઓ બની રહી છે કે, શું ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે ગાંજા વાવવાનું શીખવાડાય છે? ગુજરાતમાં વધુ એક યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ફેમસ મારવાડ યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા છે. 

ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા છે. યુનિવર્સિટીના D બ્લોક પાસેની જગ્યામાં ગાંજાના છોડ મળી આવ્યા છે. જેમાં 6 ફૂટ ઊંચો ગાંજાનો છોડ મળી આવ્યો છે. NSUI કાર્યકરોએ ગાંજાના છોડ પકડી પાડ્યા છે. ગાંજાના બે છોડ યુનિવર્સિટી D બ્લોક પાસે જોવા મળ્યા હતા. વિદ્યાના ધામમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલો ઉભા થયા છે. 

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં મળી આવેલો છોડ ગાંજો હોવાનો દાવો કરાયો છે. આમ, વિદ્યાના ધામમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 

ઉલ્લેખનીય છે કે, આવુ પહેલીવાર નથી થયુ કે ગુજરાતની યુનિવર્સિટીમા ગાંજો મળી આવ્યો હોય. આ પહેલા પણ રાજકોટની પ્રખ્યાત મારવાડ યુનિવર્સીટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news