Budget Cars: આ છે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની ટોપ 3 કાર્સ

Cheap Cars In India: જો તમે રૂ. 5 લાખથી ઓછી કિંમતમાં નવી કાર ખરીદવા માંગો છો, તો તમારી પાસે 3 બેસ્ટ વિકલ્પો છે. આ કારોની માઈલેજ પણ સારી છે. જેના કારણે તમારા પેટ્રોલ-સીએનજી પાછળ ખર્ચાતા હજારો રૂપિયાની પણ બચત થશે.

Budget Cars: આ છે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની ટોપ 3 કાર્સ

Budget Cars In India: કાર ખરીદવી એ મોટાભાગના લોકોનું સપનું હોય છે. જે લોકો ઓછી કમાણી કરે છે, તેઓ EMI ભરીને પણ કાર ખરીદે છે. તેઓ એકસાથે ચૂકવણી કરવાને બદલે કારને ફાઇનાન્સ કરે છે. જો તમે પણ કાર ખરીદવા માંગો છો તો અમે તમને એવી 4 કાર વિશે જણાવીશું જે તમારા માટે બેસ્ટ છે. તેની કિંમત પણ ઓછી છે સાથે સારી માઈલેજ પણ આપે છે. સારી માઈલેજને કારણે તમે દર મહિને હજારો રૂપિયા બચાવી શકો છો. આ કારની એક્સ શોરૂમ કિંમત 5 લાખથી ઓછી છે. જો તમે EMI પર બજેટમાં રહીને કાર ખરીદવા માંગો છો, તો તમે આ ચાર કારમાંથી કોઈપણ કાર પસંદ કરી શકો છો. 

મારુતિ સુઝુકી અલ્ટો K10 (Maruti Suzuki Alto K10)
મારુતિ સુઝુકીની Alto K10 ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. પાવરફુલ એન્જીન અને પાવરની સાથે તેમાં અનેક ફીચર્સ પણ છે. મારુતિ અલ્ટો K10ની શરૂઆતી કિંમત રૂ. 3.99 લાખ (એક્સ-શોરૂમ કિંમત) છે. આ કારની માઈલેજ 24.9 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે. તમે તેનું CNG મોડલ પણ ખરીદી શકો છો. તેની માઈલેજ પણ વધુ છે.

મારુતિ સુઝુકી એસ-પ્રેસો (Maruti Suzuki S-Presso)
તમને જણાવી દઈએ કે તમે મારુતિ સુઝુકી એસ-પ્રેસોને 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં પણ ખરીદી શકો છો. તેનો લુક અને ફીચર્સ પણ અદ્ભુત છે. આ 5 સીટર ફેમિલી કારની કિંમત 4.26 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત) થી શરૂ થાય છે. S-Pressoની માઇલેજ 25.3 kmpl સુધી છે. આ કારમાં પેટ્રોલ અને CNG બંને વિકલ્પ છે.

રેનો ક્વિડ (Renault Kwid)
જો તમે Renault Kwid કાર ખરીદો છો, તો તે ઓછા બજેટમાં તમારી બની શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 4 લાખ 69 હજાર રૂપિયા છે. તેના ફીચર્સ અને લુક પણ જબરદસ્ત છે. Renault Kwid કારનું માઈલેજ 22 કિલોમીટર પ્રતિ લીટર છે.

આ પણ વાંચો:
UAE માં ગરમીમાં બહાર કામ કરવા પર પ્રતિબંધ, ભારતમાં પણ આ મિડ ડે પ્રતિબંધની જરૂર છે?
146મી રથયાત્રાની અંતિમ તૈયારી: હર્ષ સંઘવીએ રૂટ પર કર્યું રિહર્સલ, પગપાળા ચાલીને...
Astro Tips: સવારના સમયે કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકે છે અમીર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news