પાટણ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી જેવો માહોલ! 11માંથી 10 ઉમેદવારની જીત સાથે ભાજપનો દબદબો

પાટણ માર્કેટિંગ યાર્ડમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી... 11માંથી ભાજપના 10 ઉમેદવારની જીતથી પાટણ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો દબદબો.

પાટણ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી જેવો માહોલ! 11માંથી 10 ઉમેદવારની જીત સાથે ભાજપનો દબદબો

પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ માર્કેટ યાર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.  જેથી કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂત વિભાગમાં ભાજપના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. તો અગાઉ ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોમાંથી વેપારી વિભાગના 4 અને ખરીદ વેચાણ વિભાગના 2 ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે ખેડૂતો વિભાગ માટે 4 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. જેમાં 11માંથી ભાજપના 10 ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. જેથી ખેડૂતો, વેપારીઓ અને મંડળીના સભ્યોએ ભવ્ય ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી.

પાટણ APMCની ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભગવો લહેરાયો આજની મતગણતરીમાં આવી હતી. જેમાં BJP પેનલના 10 ઉમેદવારો ભવ્ય વિજય થયો અને પાટણ apmc માં ભગવો લહેરાતા ખુશીનો માહોલ સર્જાયો હતો. પાટણ એપીએમસીની જાહેર થયેલી ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના 16 ઉમેદવારો માથી વેપારી વિભાગના 4 તથા ખરીદ વેચાણ વિભાગ ના 2 ઉમેદવારો બિનહરીફ થયા હતા.

તેમજ ખેડૂત વિભાગમાં ભાજપ પેનલના 10 ઉમેદવારો સામે એક અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોધાવતા અને ફોમૅ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમની નાદુરસ્ત તબિયત ના કારણે ઉમેદવાર દ્રારા ફોમૅ પરત ખેંચી ન શકતા અને કુલ 11 ફોર્મ ખેડૂત વિભાગ ના માન્ય રહેતાં આ ખેડૂત વિભાગની ચૂંટણી માટે તા.4 સપ્ટેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.

જોકે અપક્ષ ઉમેદવારે ભાજપ ની પેનલ ને ટેકો જાહેર કરતા અ ચૂંટણી માત્ર ઔપચારિક બની રહેવા પામી હતી ત્યારે આજ રોજ પાટણ APMC હોલ ખાતે મત ગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપ ના 10 ઉમેદવારોને 108 મત મળતા તમામ ઉમેદવારોનો વિજય થવા પામ્યો હતો અને પાટણ APMC માં ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ખુશીમાં ખેડૂતો, વહેપારીઓ, મંડળીના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news