દિલ્હીમાં આજે PM મોદીની અધ્યક્ષતામાં સૌથી મોટી બેઠક, 182 બેઠકોના ઉમેદવારોના નામ પર વાગી શકે છે અંતિમ મહોર

Gujarat Election: પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર આજે અંતિમ મહોર વાગી શકે છે. આ વખતે ભાજપ વધુ ટિકિટ કોણે આપે છે તે જોવું રસપ્રદ બની રહેશે. આ વખતે અનેક દિગ્ગજ નેતાઓની પણ ટિકિટ કપાઇ શકે છે.

દિલ્હીમાં આજે PM મોદીની અધ્યક્ષતામાં સૌથી મોટી બેઠક, 182 બેઠકોના ઉમેદવારોના નામ પર વાગી શકે છે અંતિમ મહોર

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવા માટે ગુજરાતના સીએમ અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. જ્યાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ અમિત શાહ સાથે મંથન કરશે. આજે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહેશે. 

પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર આજે અંતિમ મહોર વાગી શકે છે. આ વખતે ભાજપ વધુ ટિકિટ કોણે આપે છે તે જોવું રસપ્રદ બની રહેશે. આ વખતે અનેક દિગ્ગજ નેતાઓની પણ ટિકિટ કપાઇ શકે છે. મહત્વપૂર્ણ વાત એવી છે કે 10 અથવા 11 નવેમ્બરે ભાજપ પહેલી યાદી જાહેર કરી શકે છે. ભાજપના ઉમેદવારો માટે દિલ્લીમાં મંથન ચાલી રહ્યું છે. આજે સાંજે 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક યોજાશે. જેમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર.પાટીલ હાજર રહેશે. ત્યારબાદ ભાજપના ઉમેદવારોની જાહેરાત થશે. 9 નવેમ્બરે (આજે) સાંજે કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળશે. 

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. સાંજે 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક મળશે. આ બેઠકમા પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે. સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહેશે. જેઓ તમામ 182 બેઠકોના દાવેદારો અંગે ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે અગાઉ જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઘણી બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈપણ સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. હવે, ભાજપના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં બેઠક થવા જઈ રહી છે.

બે તબક્કામાં યોજાશે ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news