Child Pornography: ગુજરાતમાં બાળકોની 'ગંદી' ફિલ્મો બનાવાય છે? 14 રાજ્યોમાં દરોડા, ઓડિશામાં CBI ની ટીમને મારવા લીધી!

સીબીઆઇ દ્વારા ગુજરાત ઉપરાંત દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તમિલનાડુમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઓડિશામાં તો મહિલાઓએ CBI ના અધિકારીઓને ફટકાર્યા હોવાનો વીડિયો પણ સામે આવ્યો.

Child Pornography: ગુજરાતમાં બાળકોની 'ગંદી' ફિલ્મો બનાવાય છે? 14 રાજ્યોમાં દરોડા, ઓડિશામાં CBI ની ટીમને મારવા લીધી!

ઝી બ્યૂરો, અમદાવાદ: ગાંધીનગર ગુજરાતને આ કોની નજર લાગી છે. એક તરફ દારૂની રેલમછેલ, બીજી તરફ ડ્રગ્સની હેરાફેરી અને હવે ચાઈલ્ડ પોર્નોગ્રાફી...બાપરે...આ શું થવા બેઠું છે. બાળકોના અશ્વીલ વીડિયો બનાવવાનો ધંધો ગુજરાતમાં ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલાની તપાસ માટે સીબીઆઈની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. દેશના અન્ય રાજ્યોમાં પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી  મુદ્દે સીબીઆઈની ટીમે અલગ અલગ શહેરોમાં રેડ પાડીને સઘન તપાસ કરી રહી છે.

CBI દ્વારા બાળકોના યૌન શોષણ મુદ્દે કાર્યવાહી કરતા 83 આરોપીઓ વિરુદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓ પર બાળકોના યૌન શોષણ અને તેના વીડિયો બનાવીને વેચવાનો આરોપ છે. આ મુદ્દે સીબીઆઇ દ્વારા 14 રાજ્યો અને કેન્દ્રશાષીત પ્રદેશોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા ગુજરાત ઉપરાંત દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તમિલનાડુમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, ઓડિશામાં તપાસ અર્થે ગયેલાં સીબીઆઈના અધિકારીઓને સ્થાનિક મહિલાઓએ મારવા લીધાં હતાં. ચાઈલ્ડ પોર્નોગ્રાફીની તપાસમાં ગયેલી સીબીઆઈની ટીમ પર સ્થાનિકોએ હુમલો કરી દેતા સ્થાનિક પોલીસે બચાવ કરવા માટે વચ્ચે પડવું પડ્યું હતું.

 

"We've rescued them from the crowd," a police officer at the spot said pic.twitter.com/yuE0J7wVj5

— ANI (@ANI) November 16, 2021

 

ઓડિશાના ઢેકાનાલમાં સીબીઆઇની ટીમ સાથે મારપીટની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે સીબીઆઇની ટીમ ઓનલાઇન બાળ શોષણ કેસમાં રેડ કરવા ગઇ હતી. આ દરમિયાન ગુસ્સે થયેલી ભીડે ટીમ સાથે મારપીટ કરી હતી. સ્થાનિક પોલીસે સીબીઆઇ અધિકારીઓનું રેસક્યૂ કર્યુ હતુ. સીબીઆઇએ ઓનલાઇન બાળ શોષણ કેસમાં 83 આરોપીઓ વિરૂદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કર્યા છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સીબીઆઇએ યુપી, ઓડિશા, ગુજરાત સહિત 14 રાજ્યમાં 77 ઠેકાણા પર રેડ કરી હતી. આ રેડમાં ઉત્તર પ્રદેશના જાલૌન, મઉં જેવા નાના જિલ્લાથી લઇને નોઇડા અને ગાઝિયાબાદ જેવા મોટા શહેર અને રાજસ્થાનના નાગોર, જયપુર, અજમેરથી લઇને તમિલનાડુના કોઇમ્બતૂર જેવા શહેર પણ સામેલ છે.

સીબીઆઇની ટીમ ઓડિશાના ઢેંકનાલમાં ઓનલાઇન બાળ શોષણ કેસમાં કાર્યવાહી કરવા પહોચી હતી. ટીમે સવારે 7 વાગ્યે ઢેંકનાલમાં સુરેન્દ્ર નાયકના ઘરે રેડ કરી હતી. સીબીઆઇ ટીમ બપોર સુધી પૂછપરછ કરતી રહી હતી. આ દરમિયાન કોઇ વાતને લઇને સ્થાનિક લોકો ભડકી ગયા હતા, તે બાદ તેમણે ટીમ પર હુમલો કર્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news