બિટકોઈન મામલો: કિરીટ પાલડિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ
બીટકોઈન કેસનો માસ્ટરમાઈન્ડ હોવાની સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે આરોપી કિરીટ પાલડીયા એકમાત્ર વ્યક્તિ છે જેને શૈલેષ ભટ્ટ પાસેના બીટકોઈનની જાણ હતી અને કિરીટ પાલડીયા માસ્ટરમાઈન્ડ હોવાથી તેની તપાસ કરવી જરૂરી છે.
Trending Photos
સંજય ટાંક, અમદાવાદ: બીટકોઈન કેસમાં કિરીટ પાલડિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. કિરીટ પાલડીયાના 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બીટકોઈન કેસનો માસ્ટરમાઈન્ડ હોવાની સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે આરોપી કિરીટ પાલડીયા એકમાત્ર વ્યક્તિ છે જેને શૈલેષ ભટ્ટ પાસેના બીટકોઈનની જાણ હતી અને કિરીટ પાલડીયા માસ્ટરમાઈન્ડ હોવાથી તેની તપાસ કરવી જરૂરી છે. કિરીટના વોલેટમાં કેટલા નાણાં છે તેની તપાસ ટેક્નિકલ સાધનોથી કરવાની હોવાથી કિરીટની જરૂર છે. કિરીટ પાલડીયા કેતન અને અનંત પટેલને વારંવાર મળેલો પણ છે તેથી સહ આરોપીની તપાસ અને ઘટનાક્રમ જાણવા કિરીટ પટેલની પૂછપરછ જરૂરી છે. આથી કોર્ટે કિરીટ પાલડીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બીટકોઇન પડાવી લેવાના મામલે સીઆઇડી ક્રાઇમ ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે 32 કરોડનું ટ્રાન્જેકશન થયુ નથી. તેમજ કિરટ પાલડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં કિરીટ પાલડીયા માસ્ટર માઇન્ડ છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રાન્જેકશનનું નાટક શૈલેશ ભટ્ટને દેખાડવા કરાયું હતું તેમજ અન્ય લોકોના નામ પણ ખુલ્યા છે. આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. કુલ 176 બિટકોઇન ટ્રાન્સફર કરાયા છે. આ ઉપરાંત અપહરણ કરેલી જગ્યાની પણ તપાસ કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે બીટકોઈન પડાવી લેવાના મામલે કિરીટ પાલડીયાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી અને પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને સીઆઈડી ક્રાઈમમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું. કિરીટ પાલડીયા શૈલેષ ભટ્ટના ભાગીદારી છે. છેલ્લા બે દિવસથી તેમની પૂછપરછ થઈ રહી હતી. સંતોષકારક જવાબ ન મળતા તેમની ધરપકડ કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે