JEE પરીક્ષા: કોરોના મહામારી વચ્ચે કાલથી સરકાર અને વિદ્યાર્થીઓની અગ્નિપરીક્ષાનો પ્રારંભ

આવતીકાલે દેશભરમાં NEET ની પરીક્ષા યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET ની પરીક્ષા દેશભરમાં લેવાશે. અંદાજે 15.97 લાખ વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાંથી પરીક્ષા આપશે. રાજ્યમાંથી 80,000 વિદ્યાર્થીઓ આપશે NEET ની પરીક્ષા. મેડિકલ અને ડેન્ટલની કોલેજોમાં પ્રવેશ માટે NEET ની લેવામાં આવે છે. પરીક્ષા ગુજરાતમાં 243 પરીક્ષા સેન્ટરો પર પરીક્ષા યોજાશે. બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા. પરીક્ષા સેન્ટર પર ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો છે. MCQ ફોર્મેટમાં 180 પ્રશ્નો પુછાશે, જેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. 
JEE પરીક્ષા: કોરોના મહામારી વચ્ચે કાલથી સરકાર અને વિદ્યાર્થીઓની અગ્નિપરીક્ષાનો પ્રારંભ

અતુલ તિવારી/અમદાવાદ : આવતીકાલે દેશભરમાં NEET ની પરીક્ષા યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET ની પરીક્ષા દેશભરમાં લેવાશે. અંદાજે 15.97 લાખ વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાંથી પરીક્ષા આપશે. રાજ્યમાંથી 80,000 વિદ્યાર્થીઓ આપશે NEET ની પરીક્ષા. મેડિકલ અને ડેન્ટલની કોલેજોમાં પ્રવેશ માટે NEET ની લેવામાં આવે છે. પરીક્ષા ગુજરાતમાં 243 પરીક્ષા સેન્ટરો પર પરીક્ષા યોજાશે. બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા. પરીક્ષા સેન્ટર પર ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો છે. MCQ ફોર્મેટમાં 180 પ્રશ્નો પુછાશે, જેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. 

એક પ્રશ્નના 4 માર્ક રહેશે એટલે કુલ 720 માર્કની NEET ની પરીક્ષા યોજાશે. . ખોટા પ્રશ્નનો જવાબ આપવા પર માઈનસ માર્કિંગ કરાશે. પરીક્ષામાં જીવવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન વિષયના પ્રશ્નો પુછાશે. JEE ની જેમ NEET ની પરીક્ષા ઓનલાઈન નહીં લેવામાં આવે, આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે, જેમાં પેપર અને પેનનો ઉપયોગ થશે. કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં પરીક્ષા સેન્ટરોની સંખ્યા વધારવામાં આવી છે. અગાઉ દેશભરના 2546 પરીક્ષા સેન્ટરોને બદલે હાલની સ્થિતિ જોતા 3843 પરીક્ષા સેન્ટર પર પરીક્ષા લેવાશે. એક પરિક્ષાખંડમાં 24ના બદલે 12 વિદ્યાર્થીઓને બેસાડી પરીક્ષા લેવાશે. ગુજરાતના 10 જિલ્લામાં પરીક્ષા લેવાશે. 

જેમાં સૌથી વધુ અમદાવાદ 39 અને રાજકોટમાં 39 પરીક્ષા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. સુરતમાં 38, વડોદરામાં 20 ગાંધીનગરમાં 20, પાટણમાં 18, ભાવનગરમાં 14, વલસાડમાં 12, આણંદમાં 7 અને પંચમહાલમાં 7 પરીક્ષા સેન્ટરો પર પરીક્ષા લેવાશે. કોરોના સંક્રમણને જોતા કોઈ વિદ્યાર્થીના અંગુઠાના નિશાન નહીં લેવામાં આવે, વિદ્યાર્થીઓની સહી કરાવવામાં આવશે. તમામ પરિક્ષાર્થીનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીએ સેલ્ફ ડિકલેરેશન સર્ટીફીકેટ આપવાનું રહેશે, જેમાં પોતાને કોરોનાના કોઈ લક્ષણ નથી તેનો ઉલ્લેખ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news