JAMNAGAR એટેન્ડન્ટ સતામણી કેસમાં હોસ્પિટલનાં HR મેનેજર અને સુપરવાઇઝર સામે ફરિયાદ

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણના મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલનાં HR મેનેજર એલ.બી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબરઅલી આમદભાઇ નાયક પઠાણ સામે આઇપીસી 354 (ક), 114 અને 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તો બંન્ને આરોપીઓને સકંજામાં લઇને કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. 
JAMNAGAR એટેન્ડન્ટ સતામણી કેસમાં હોસ્પિટલનાં HR મેનેજર અને સુપરવાઇઝર સામે ફરિયાદ

જામનગર : સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણના મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલનાં HR મેનેજર એલ.બી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબરઅલી આમદભાઇ નાયક પઠાણ સામે આઇપીસી 354 (ક), 114 અને 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તો બંન્ને આરોપીઓને સકંજામાં લઇને કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. 

કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન જામનગરની સરકારી હોસ્પિટલમાં બે હજાર કરતા વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમની દેખરેખ માટે 500 કરતા વધારે એટેન્ડન્ટ્સની નિમણૂંક કરવામાં આવી હતી. આ એટેન્ડેન્ટ પૈકી કેટલીક મહિલાઓનું તેમના સુપરવાઇઝર દ્વારા શારીરિક શોષણ થતા હોવાનાં ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. 

સુપર વાઇઝર દ્વારા વારંવાર શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કરાતું હતું. જો મહિલા એટેન્ડન્ટ તૈયાર ન થાય તો તેને નોકરીમાંથી છુટી કરી દેવા સુધીની ધમકીઓ સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી હતી. આ ચકચારી કેસમાં મહિલાઓનાં આક્ષેપ બાદ વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જેના કારણે આ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news