સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર બાદ ગાંધીનગર મનપા જીતવા કોંગ્રેસે કમર કસી
ગુજરાત કોંગ્રેસે ગાંધીનગર (Gandhinagar) મનપાના 11 વોર્ડ માટે કોંગ્રેસના 19 ધારાસભ્યોને અને બે કોંગ્રેસના હોદ્દેદારોને પ્રભારી તરીકે જવાબદારી સોપી વોર્ડમાં રહેતા મતદારોના જ્ઞાતી સમીકરણના આધારે જવાબદારી નક્કી કરવામાં આવી છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: ફેબ્રુઆરીમાં યાજાયેલી સ્થાનિક સ્વરાજ (Local Body Election) ની ચુંટણીઓ 6 મહાનગર પાલિકા નગર પાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કારમી હાર બાદ કોંગ્રેસે (Congress) ગાંધીનગર મહાનગર પાલિકા જીતવા માટે કમર કસી છે. ગુજરાત કોંગ્રેસે ગાંધીનગર (Gandhinagar) મનપાના 11 વોર્ડ માટે કોંગ્રેસના 19 ધારાસભ્યોને અને બે કોંગ્રેસના હોદ્દેદારોને પ્રભારી તરીકે જવાબદારી સોપી વોર્ડમાં રહેતા મતદારોના જ્ઞાતી સમીકરણના આધારે જવાબદારી નક્કી કરવામાં આવી છે.
તેઓના માથે માર્ગદર્શન ચુંટણી પ્રચાર પ્રસાર અને સંકલન કરી ચુંટણી જીતવાડવાની જવાબદારી રહેશે. નોંધનીય છેકે વર્ષ 2011ની ચુટણીમાં કોંગ્રેસનો થયો હતો. જોકે કાંગ્રેસના મેયરે પક્ષ પલટો કરતાં ભાજપનું શાનસ આવ્યું હતુ વર્ષ 2016માં ગાંધીનગર મનપામાં ટાઇ પડી હતી. આ વખતે પણ કોંગ્રેસના એક સભ્યએ પક્ષ પલટો કરતાં ભાજપનુ બોર્ડ બન્યું હતું.
ગાંધીનગર મહાનગર પાલિકા માટે કોંગ્રેસના કયા ધારાસભ્યો અને નેતાઓનો કયા વોર્ડમાં જવાબદારી સોપાઇ
વોર્ડ નં. ૧ નિરંજન પટેલ ધારાસભ્ય
લાખાભાઇ ભરવાડ ધારાસભ્ય
વોર્ડ નં 2 ગુલાબસિંહ રાજપુત ધારાસભ્ય
કામીનીબા રાઠોડ પુર્વ ધારાસભ્ય.
વોર્ડ નં 3 આનંદ ચૌધરી ધારાસભ્ય
અમરીશ ડેર ધારાસભ્ય
વોર્ડ નં 4 બળદેવજી ઠાકોર ધારાસભ્ય
નૌશાદ સોલંકી ધારાસભ્ય
વોર્ડ નં 5 સુરેશ પટેલ ધારાસભ્ય
ગ્યાસુદ્દીન શેખ ધારાસભ્ય
વોર્ડ નં 6 રઘુભાઇ દેસાઇ ધારાસભ્ય
ગેની બેન ઠાકોર ધારાસભ્ય
વોર્ડ નં 7 રાજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય
રાજેન્દ્ર ઠાકોર ધારાસભ્ય
વોર્ડ નં 8 દિનેશ પરમાર ઉપ પ્રમુખ જીપીસીસી
ચંદનજી ઠાકોર ધારાસભ્ય
વોર્ડ નં 9 વિરજી ઠુમ્મર ધારાસભ્ય
ભરતજી ઠાકોર ધારાસભ્ય
વોર્ડ નં 10 લલિત વસોયા ધારાસભ્ય
હિમાંશુ પટેલ મહામંત્રી જીપીસીસી
વોર્ડ નં 11 અશ્વિન કોટવાલ ધારાસભ્ય
કિરિટ પટેલ ધારાસભ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે