Corona: બ્રાઝિલના આ સમાચારે દુનિયાની ચિંતા વધારી, 24 કલાકમાં રેકોર્ડ 3251 લોકોના મૃત્યુ
દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલ (Brazil) માં કોરોના વાયરસની ગતિએ દુનિયાની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમવાર એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણથી 3000 હજાર કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે.
Trending Photos
રિયો ડી જેનિરિયોઃ દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલ (Brazil) માં કોરોના વાયરસની ગતિએ દુનિયાની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમવાર એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણથી 3000 હજાર કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. પાછલા કેટલાક સપ્તાહથી બ્રાઝિલ દુનિયામાં દરરોજ કોરોનાથી થઈ રહેલા મોતના મામલામાં પ્રથમ સ્થાને છે. મંગળવારે બ્રાઝિલમાં 3251 લોકોના મૃત્યુ થયા છે.
હોસ્પિટલમાં દર્દીની ભીડથી આવી આફત
બ્રાઝિલમાં સૌથી વધુ વસ્તુવાળા રાજ્ય સાઓ પાઉલોમાં 1021 લોકોના મોત થયા, જે પાછલા વખતની સર્વાધિક સંખ્યા 713ની તુલનામાં ખુબ વધુ છે. મહામારીએ બ્રાઝિલની સ્વાસ્થ્ય સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી છે. હોસ્પિટલોમાં આઈસીયૂ બેડ અને ઓક્સિજનના ભંડાની કમી છે. હાલના દિવસોમાં મોટાભાગના રાજ્યોમાં પ્રતિબંધો લગાવાયા છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ પર બેદરકારીનો આરોપ
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ મહામારીની ગંભિરતાને મહત્વ ન આવતા કહ્યું કે, અર્થવ્યવસ્થા ચાલૂ રાખવી જોઈએ જેથી તેની સ્થિતિ ખરાબ ન થાય. તેમણે સ્થાનીક નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સ્વાસ્થ્ય સંબંધી પગલાઓની પણ ટીકા કરી હતી. શુક્રવારે તેમણે બે રાજ્યો અને બ્રાઝિલના સંઘીય જિલ્લા દ્વારા લાગૂ કરવામાં આવેલા કર્ફ્યૂને અમાન્ય કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. પરંતુ સર્વોચ્ચ અદાલતે પહેલા ચુકાદો આપ્યો હતો કે ગવર્નર અને મેયરને આ પ્રકારના પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે.
આ પણ વાંચોઃ UNHRC માં ભારતે શ્રીલંકાને આપ્યો ઝટકો, તમિલો પર અત્યાચાર મુદ્દે વોટિંગમાં રહ્યું ગેરહાજર
બ્રાઝિલમાં અત્યાર સુધી 3 લાખથી વધુ મોત
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર બ્રાઝિલમાં કુલ મૃતકોની સંખ્યા 3,00,000 ની નજીક પહોંચી ગઈ છે, જે કોવિડ-19થી મોત થવાના સંબંધમાં અમેરિકા બાદ બીજા સ્થાન પર છે. મોત અને સંક્રમણના મામલામાં હજુ અમેરિકા ટોપ પર છે. જ્યારે ભારતનું સ્થાન દુનિયામાં ત્રીજુ છે. વેક્સિનેશન બાદ પણ સંક્રમણની વધી રહેલી ગતિએ દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે