ખેડૂત સમર્થનમાં કોંગ્રેસ દ્વારા દેખાવોનું આહ્વાન, 10 વ્યક્તિ પણ એકત્ર નહી થતા કાર્યક્રમનો ફિયાસ્કો

  હાલ સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનને ચોમેરથી સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. અનેક રાજ્યોનાં ખેડૂતો અગ્રણી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થન આપી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા પણ ગાંધી આશ્રમ ખાતે ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ કરવાની જોરશોરથી જાહેરાત કરી હતી. જો કે 10 લોકો પણ ભેગા થયા નહોતા. જેના કારણે સમગ્ર કાર્યક્રમનો ફ્લોપ શો થઇ ગયો હતો. 7 જેટલા ઓછા લોકો ગાંધી આશ્રમપાસે આવતા હાસ્યાસ્પદ કાર્યક્રમ થયો હતો. જેને ગણતરીની મિનિટોમાં જ પોલીસ દ્વારા પકડીને ડિટેઇન કરી લેવાયા હતા. 

Updated By: Dec 4, 2020, 09:31 PM IST
ખેડૂત સમર્થનમાં કોંગ્રેસ દ્વારા દેખાવોનું આહ્વાન, 10 વ્યક્તિ પણ એકત્ર નહી થતા કાર્યક્રમનો ફિયાસ્કો

અમદાવાદ :  હાલ સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનને ચોમેરથી સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. અનેક રાજ્યોનાં ખેડૂતો અગ્રણી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થન આપી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા પણ ગાંધી આશ્રમ ખાતે ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ કરવાની જોરશોરથી જાહેરાત કરી હતી. જો કે 10 લોકો પણ ભેગા થયા નહોતા. જેના કારણે સમગ્ર કાર્યક્રમનો ફ્લોપ શો થઇ ગયો હતો. 7 જેટલા ઓછા લોકો ગાંધી આશ્રમપાસે આવતા હાસ્યાસ્પદ કાર્યક્રમ થયો હતો. જેને ગણતરીની મિનિટોમાં જ પોલીસ દ્વારા પકડીને ડિટેઇન કરી લેવાયા હતા. 

મહેસાણા: વડનગર હાઇવે પર મલેકપુર ચોકડી પાસે ટ્રક એક્ટિવા વચ્ચે અકસ્માત, ત્રણનાં ઘટના સ્થળે મોત

દિલ્હીમાં ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમના સમર્થનમાં અનેક લોકો પોતાના એવોર્ડ પરત કરી રહ્યા છે. ત્યારે અનેક પાર્ટીઓ પણ આ આંદોલન મુદ્દે જશ ખાટવાના પ્રયાસો કરી રહી છે. આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં હલાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં 10 લોકો પણ નહી આવતા સમગ્ર કાર્યક્રમનો ફ્લોપ શો સાબિત થયો હતો. આખરે પોલીસે ગણત્રીની મિનિટોમાં તમામ આરોપીઓની અટકાયત કરી હતી. 

108 ની ટીમ દ્વારા મહિલાની સોનાની બુટ્ટી ન પરત કરી પરંતુ જાણ પણ સામેથી કરી

સવારે 10 વાગ્યાના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉમટી પડશે તેવી આશાએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસનાં કાર્યકરો કે ખેડૂતો કોઇ જ ફરક્યું નહોતું. માંડ 7-10 લોકો જ એકત્ર થયા હતા. જેના કારણે પોલીસ દ્વારા તમામને ઝડપી લઇને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. ખેડૂતો કે જનતા તો ઠીક પરંતુ કોઇ કોંગ્રેસી નેતા ફરક્યાં જ નહોતા. કોંગ્રેસી પ્રવક્તાથી માંડીને કોઇ પણ અગ્રણી નેતાઓ ફરક્યાં નહોતા. જેના કારણે કાર્યકરો પણ હતાશ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube