મહેસાણા: વડનગર હાઇવે પર મલેકપુર ચોકડી પાસે ટ્રક એક્ટિવા વચ્ચે અકસ્માત, ત્રણનાં ઘટના સ્થળે મોત

વડનગર-વિસનગર હાઇવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા પર બેઠેલા ત્રણેય યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ઘટના અંગે માહિતી મળતા આસપાસના લોકો એકત્ર થયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકોનાં પરિવારના લોકોને ઘટના અંગે જાણ કરવામાં આવતા પરિવાર આવી પહોંચ્યો હતો. ત્રણ યુવકોનાં મોતને પગલે ત્રણેય પરિવારો પર આભ ફાટી પડ્યું હતું. 

Updated By: Dec 4, 2020, 08:34 PM IST
મહેસાણા: વડનગર હાઇવે પર મલેકપુર ચોકડી પાસે ટ્રક એક્ટિવા વચ્ચે અકસ્માત, ત્રણનાં ઘટના સ્થળે મોત

મહેસાણા : વડનગર-વિસનગર હાઇવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા પર બેઠેલા ત્રણેય યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ઘટના અંગે માહિતી મળતા આસપાસના લોકો એકત્ર થયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકોનાં પરિવારના લોકોને ઘટના અંગે જાણ કરવામાં આવતા પરિવાર આવી પહોંચ્યો હતો. ત્રણ યુવકોનાં મોતને પગલે ત્રણેય પરિવારો પર આભ ફાટી પડ્યું હતું. 

108 ની ટીમ દ્વારા મહિલાની સોનાની બુટ્ટી ન પરત કરી પરંતુ જાણ પણ સામેથી કરી

બનાવની વિગતો એવી છે કે, વડનગર વિસનગર હાઇવે પર મલેકપુર ચોકડી પાસે એક આઇસર ટ્રક દ્વારા એક્ટિવાને અડફેટે લીધું હતું. સાતસો સમાજની વાડી પાસે થયેલા અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યાં હતા. અકસ્માતના પગલે એકઠા થયેલા ટોળામાં આ મુદ્દે રો, જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો વિસનગર અને સિપોરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube