IPL 2020: 24 મેએ રમાશે ફાઇનલ, એક દિવસમાં નહીં રમાઈ બે મેચ

આઈપીએલ 2020ની શરૂઆત 29 માર્ચે થશે અને તેનો ફાઇનલ મુકાબલો 24 મેએ રમાશે. આ સાથે આઈપીએલની મેચ સાંજે 7.30 કલાકે શરૂ થઈ શકે છે. 

IPL 2020: 24 મેએ રમાશે ફાઇનલ, એક દિવસમાં નહીં રમાઈ બે મેચ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની શરૂઆત મુંબઈમાં 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં થવાનું નક્કી છે. તો તેની ફાઇનલ હવે 24 મેએ રમાશે. આ ટૂર્નામેન્ટ 57 દિવસ ચાલશે તેનો અર્થ છે કે લગભગ બ્રોડકાસ્ટરોનું ચાલી જાય અને એક દિવસમાં બે મેચ રમાશે નહીં. દરેક મેચની શરૂઆત સાંજે 7.30 કલાકથી થશે. 

એક સૂત્રએ જણાવ્યું કે, 2020ની સિઝન 57 દિવસ ચાલશે. લાંબા સમયનો અર્થ તે છે કે એક દિવસમાં બે મુકાબલે હવે ઈતિહાસની વાત હોઈ શકે છે. 

સૂત્રએ કહ્યું, પરંતુ હજુ સંપૂર્ણ કાર્યક્રમ તૈયાર થયો નથી પરંતુ નક્કી છે કે ટૂર્નામેન્ટની ફાઇનલ 24 મેએ રમાશે અને તેની શરૂઆત 29 માર્ચે મુંબઈમાં થશે. તેનો મતલબ છે કે તમને 45 દિવસથી વધુ સમય મળશે. તેવામાં એક દિવસમાં એક મેચ કરાવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. 

તે જોતા કે પ્રસારણકર્તા મેચને જલદી શરૂ કરાવવા ઈચ્છતા હતા સૂત્રએ કહ્યું, તે પણ લગભગ નક્કી છે કે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થઈ જશે. આ માત્ર પ્રસારણકર્તાની વાત નથી પરંતુ જો આપણે પાછલી સિઝનમાં જોઈએ તો ઘણી મેચ મોડેથી સમાપ્ત થઈ હતી. 

તેમણે કહ્યું, જુઓ ટીઆરપી એક સવાલ જરૂર છે. પરંતુ તમે માત્ર તેને જ ન જુઓ. તમે જુઓ કે પાછલી સિઝનમાં ઘણી મેચ મોડી પૂરી થઈ હતી. આ તે લોકો માટે પણ સમસ્યા હતી જે સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા. તે લોકોને મેચ બાદ ઘરે જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે ઘણી વાત કરવામાં આવી અને હવે લાગે છે કે આ સિઝનમાં મેચ સાંજે 7.30 કલાકે શરૂ થઈ શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news