પોલીસે રૂમ ખોલ્યો તો આરોપી બળાત્કાર કરી રહ્યો હતો...! સગીરા પોલીસને બાથ ભીડીને રડી પડી

સુરક્ષિત ગુજરાતના નારા વચ્ચે આજકાલ બાળકીઓ સહિત મહિલાઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની રહી છે. ત્યારે અમદાવાદની એક ઘટનામાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે એવી સત્ય ઘટના કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસે રૂમ ખોલ્યો તો આરોપી બળાત્કાર કરી રહ્યો હતો...! સગીરા પોલીસને બાથ ભીડીને રડી પડી

ઉદય રંજન/અમદાવાદ: ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે એવી સત્ય ઘટના અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે એક સગીરાનું અપહરણ કરી વેચી દેવાના કૌભાંડનો કણભા પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક પિતાએ પોતાની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને ગંભીરતાને લઈ કણભા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેમાં અપહરણની ફરિયાદના મૂળ હ્યુમન ટ્રાફિકના કૌભાંડ સુધી પહોંચ્યા હતા. 

શું છે? આ હ્યુમન ટ્રાફિકિંગની ઘટના?
અમદાવાદના ઓઢવમાં રહેતા પિતાએ ગત ગઈ તારીખ 13-05-2023 ના કણભા પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદની વિગતોની વાત કરવામાં આવે તો મૂળ માણસાના અશોક પટેલ તેની પત્ની હેતલ પટેલ અને ધર્મની બનાવેલ બહેન રૂપાલ સામે નોંધાવી હતી. ફરિયાદમાં સગીરાના પરિવારે  આક્ષેપ કર્યો હતો કે તેની 13 વર્ષ અને 9 માસની સગીર દીકરીને કપડા લઇ દેવાના બહાને અપહરણ કરીને લઇ ગયા હતા.

આ ફરિયાદ નોંધાયાની સાથે કણભા પોલીસે એક ટીમ બનાવાઈ હતી. જે ટીમે આરોપીઓ અશોક પટેલ તેની પત્ની હેતલ પટેલ અને ધર્મની બનાવેલ બહેન રૂપાલને લઇને તપાસ શરૂ કહેતી જેમાં પોલીસને માહિતી મળી હતી કે ભોગ બનનાર સગીરા સહિતના આ તમામ આરોપીઓ માણસા નજીકના બોરૂ ગામના એક ખેતરમાં રોકાયા છે. છેલ્લા બે દિવસથી કણભા પોલીસે ત્યાં રેડ કરતાં આરોપીઓ સહિત પીડિત સગીરા મળી આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે જ્યારે પોલીસે આરોપીને ઝડપવા માટે રેડ કરી અને જે રૂમમાં આરોપી હતો એ રૂમ ખોલતા આરોપી અશોક પટેલ સગીરા પર બળાત્કાર કરી રહ્યો હતો, અને પોલીસ આવી જતા સગીરા પોલીસને બાથ ભીડીને રડી પડી હતી. ત્યારે કણભા પોલીસે અશોક સહિત અપહરણ બળાત્કાર અને બળાત્કારની મદદ સહીતનો ગુનો નોંધ્યો છે. 

પીડિત સગીરા અને આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે આરોપી અશોક પટેલ તેની પત્ની હેતલ પટેલ અને રૂપાલ આ સગીરાને વેચી દેવાના ફિરાકમાં હતા અને વેચી દેવાની પ્રાથમિક વાતચીત એટલે કે વેચવાનો સોદો નક્કી થઇ ચુક્યો હતો. જેમાં માત્ર બે લાખ રૂપિયામાં આ નિર્દોષ અને માસુમ સગીરાને રાજસ્થાનમાં વેચી દેવાના હતા, પણ સદ્નસીબે અને પોલીસની યોગ્ય દિશામાં મહેનતના કારણે આ માસુમનું જીવન બચી ગયું હતું, ત્યારે કણભા પોલીસે હાલ તપાસ શરૂ કરી છે કે રાજસ્થાનમાં આ સગીરાને કોણ ખરીદી કરવાનું હતું અને તે ક્યાં ઉદેશ્યથી સગીરાને મળવાના હતા. 

કણભા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનો મુખ્ય આરોપી અને માસ્ટરમાઈન્ડ આરોપી અશોક પટેલ છે અને જેના પર ભૂતકાળમાં પણ ચાણસ્મા, ઓઢવ અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે ગંભીરના નોંધાઈ ચુક્યા છે અને જામીન પર હમણાં મુક્ત છે ત્યારે પોલીસે પણ તપાસ શરુ કરી છે કે આ ગેંગ એ આ પ્રકારે અન્ય કોઈ સગીરાના સોદા કર્યા છે કે કેમ? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news