વધુ વરસાદ પડશે તો શું મોરબીની મચ્છુ નદીમાં મોટી હોનારત સર્જાશે? આ સ્વામિનારાયણ મંદિર ચર્ચામાં!

મોરબીની મચ્છુ નદીના પટમાં સ્વામી નારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલન બનાવવામાં આવેલ છે જેની સામે કરવામાં આવેલ અરજીને ધ્યાને લઇને કલેકટરે નદીના કાંઠે બાંધકામ થઈ રહ્યુ હોય નદીની પહોળાઈ ઘટી રહી છે કે કેમ ?, કયદેસરની જગ્યા છે કે કેમ ? તે સહિતની તપાસ માટે પ્રાંત અધિકારી , સિટી મામલતદાર ,DLR અને ચીફ ઓફિસરની ટીમ બનાવી છે અને તપાસ કરીને પાંચ દિવસમાં રીપોર્ટ આપવા માટે કલેકટરે આદેશ કર્યો હતો.

વધુ વરસાદ પડશે તો શું મોરબીની મચ્છુ નદીમાં મોટી હોનારત સર્જાશે? આ સ્વામિનારાયણ મંદિર ચર્ચામાં!

હિંમાશું ભટ્ટ/મોરબી: મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તે કામગીરી દરમિયાન મચ્છુ નદી ની પહોળાઈ ઘટી રહી હોવાથી ભવિષ્યમાં વધુ વરસાદના કારણે હોનારત થાય તેવી શક્યતા છે. જેથી કરીને આ બાબતે જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવેલ હોય કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને તપાસના રિપોર્ટના અંતે માલિકીની જગ્યામાં પણ જો લોકોને નુકસાન થાય તેવું બાંધકામ કરવામાં આવતું હશે તો તેને રોકવા માટે સૂચના આપવામાં આવશે અને અન્યથા કડક કાર્યવાહી કરાશે તેવું જણાવેલ છે. 

વર્ષ 2022ના 10 માં મહિનાની 30 તારીખે મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેની બાજુમાં ઝુલતા પુલના કાંઠે છેલ્લા ઘણા સમયથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન દિલીપભાઈ અગેચાણીયા, કે.ડી. પંચાસરા સહિતના ચાર અરજદાર દ્વારા કલેકટરને લેખિત અરજી કરવામાં આવી છે અને મચ્છુ નદીમાં જે બાંધકામ સ્વામી નારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. તેને લઈને નદીની પહોળાઈ ઘટી રહી છે અને ભવિષ્યમાં વધુ વરસાદ પડે ત્યારે હોનારતની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા તેમણે અરજીમાં વ્યક્ત કરી છે. 

મોરબીની મચ્છુ નદીના પટમાં સ્વામી નારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલન બનાવવામાં આવેલ છે જેની સામે કરવામાં આવેલ અરજીને ધ્યાને લઇને કલેકટરે નદીના કાંઠે બાંધકામ થઈ રહ્યુ હોય નદીની પહોળાઈ ઘટી રહી છે કે કેમ ?, કયદેસરની જગ્યા છે કે કેમ ? તે સહિતની તપાસ માટે પ્રાંત અધિકારી , સિટી મામલતદાર ,DLR અને ચીફ ઓફિસરની ટીમ બનાવી છે અને તપાસ કરીને પાંચ દિવસમાં રીપોર્ટ આપવા માટે કલેકટરે આદેશ કર્યો હતો જો કે, હજુ સુધી અધિકારીઓએ તપાસ કરીને રીપોર્ટ રજુ કર્યો નથી અને મચ્છુ નદીના કાંઠે થઇ રહેલ વધારાના બાંધકામની મંજુરી ન હોવાની પ્રાથમિક વિગતો સામે આવેલ છે. 

હાલમાં જે અરજી કરેલ છે તેને ગંભીરતાથી લઇને કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યા છે અને તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જો માલિકની જગ્યામાં પણ લોકોને નુકસાન થાય તે રીતનું કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવતું હશે તો તે બાંધકામ રોકવા માટે થઈને પહેલા સૂચના આપવામાં આવશે અને સૂચનાની અમલવારી સંસ્થા દ્વારા નહીં કરવામાં આવે તો સ્વામિનારાયણ સંસ્થા સામે પણ કાર્યવાહી કરાશે તેવું જિલ્લા કલેકટર એ જણાવ્યું છે. 

મોરબીમાં ભૂતકાળમાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ ગઈ છે જેમાં 135 લોકોએ પોતાના જેવું ગુમાવ્યા છે તેમજ વર્ષો પહેલા 1989માં જે મચ્છુ હોનારતની ઘટના બની હતી. તેમાં હાજરોની સંખ્યામાં લોકોના મોત નિપજ્યા હતા. જેથી કરીને આગામી દિવસોમાં કોઈ ગોજારી ઘટના કે હોનારત ન સર્જાય તે માટે થઈને અરજદારો દ્વારા કરવામાં આવેલ અરજીને ગંભીરતાથી લઈને કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને લોકોની સુખાકારી અને સલામતીને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય કરાશે તેવું અધિકારી જણાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news