મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ, અપક્ષ તરીકે પણ અધિકારીઓ પર મારો રોફ રહેશેઃ મધુ શ્રીવાસ્તવ

Gujarat Election 2022: વાઘોડિયાના ભાજપના MLA અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષથી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે અને ફોર્મ ભર્યું છે. આજે સવારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું છે.

મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ, અપક્ષ તરીકે પણ અધિકારીઓ પર મારો રોફ રહેશેઃ મધુ શ્રીવાસ્તવ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે તો દરેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તો કેટલીક જગ્યાએ ટિકિટ ન મળવા પાર્ટીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપતા બાગી બન્યા છે અને તેમણે ભાજપ સામે ખુલ્લો બળવો કરી દીધો છે. 

વાઘોડિયાના ભાજપના MLA અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષથી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે અને ફોર્મ ભર્યું છે. આજે સવારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું છે. ધીરજ ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મધુ શ્રીવાસ્તવ જન સંપર્ક કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને તેમની સાથે હજારોની સંખ્યામાં સમર્થકો કાર્યાલય ખાતે હાજર છે.  કાર્યાલય ખાતેથી મધુ શ્રીવાસ્તવ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવશે.

અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન
વાઘોડિયાના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ફોર્મ ભરતા સમયે રેલી કાઢતા સમયે મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી, હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. 

આ સાથે જ મધુ શ્રીવાસ્તવે ફરી વખત પોતાની દબંગાઈ દેખાડી હતી. હનુમાનજીની મૂર્તિ સાથે રાખી મધુ શ્રીવાસ્તવએ કાઢી રેલી અને ફોર્મ ભર્યું.  ત્યારે એક સવાલ ઉભો થાય છે કે મધુ શ્રીવાસ્તવ સામે શું કાર્યવાહી થશે?
મારા વિરોધીઓને ચેતવણી આપુ છું કે આ ઇલેક્શન છેલ્લી પાયરીનું રહેશે. 
 
કાર્યાલય પહોંચતા જ મધુ શ્રીવાસ્તવે હુંકાર
કાર્યાલય પહોંચતા જ મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ સી આર પાર્ટીલે સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે. મેન્ડેડ લખાયા પછી પાર્ટીની ભૂલ થઈ ગઈ છે. 1995 માં અપક્ષ 27,000 મતથી જીત્યો તો આ વખતે એનાથી ડબલના મતથી જીતવાનો છું.  મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે, સી આર પાટીલ સાથે ગઈકાલે મુલાકાત થઈ છે. સી આર પાટીલને દાદા અને અમિત શાહને ગુરુજી કહીને વાત કરી હતી. પરંતુ તેમણે ઉમેર્યું હતું કે, અપક્ષ તરીકે પણ અધિકારીઓ પર મધુ શ્રીવાસ્તવનો રોપ રહેશે.  જાહેર સ્પીચમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે મારા સમર્થકોએ ડરવાની જરૂર નથી. મધુ શ્રીવાસ્તવ દબંગ છે જે કોઈ નામ લેશે એને ઘરમાં જઈને ગોળી મારી દઈશ.

મધુ શ્રીવાસ્તવે ZEE 24 કલાક સાથે વાતચીત
આજે સવારે જ્યારે ફોર્મ ભરવા જતા મધુ શ્રીવાસ્તવે ZEE 24 કલાક સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓની ઈચ્છા મુજબ આજે અપક્ષ ઉમેદવારી કરીશ. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી વાઘોડિયાની જનતાની સેવા કરીશ. વાઘોડિયાની જનતાને છેલ્લી વખત જીતાડવા મધુ શ્રીવાસ્તવે અપીલ કરી હતી. ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હનુમાનજીની ગદા ફરશે અને મધુ શ્રીવાસ્તવ જીતશે.  ફોર્મ ભરતા પહેલા મધુ શ્રીવાસ્તવ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. અહીંથી તેઓ રેલી કરીને વિજય મૂહર્તમાં ફોર્મ ભરશે.

નોંધનીય છે કે, ગઈકાલે (બુધવારે) ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે મુલાકાત કરી હતી. પરંતુ આ બેઠકમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહોતો. વડોદરામાં મધુ શ્રીવાસ્તવને મનાવવામાં મોવડી મંડળ નિષ્ફળ રહ્યું છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news