ગુજરાત વિધાનસભામાં ક્રિકેટ કોમેન્ટરી! મોઢવાડિયાને પિચ પર રમવા દેજો... કહીને થઈ ગઈ હળવી કોમેડી

Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભા ગૃહમાં ક્રિકેટ મેચના ઉદાહરણ સાથે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હળવી રમૂજ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે, ‘અર્જુન મોઢવાડીયાને ક્રિકેટની પિચ પર રમવા દેજો

ગુજરાત વિધાનસભામાં ક્રિકેટ કોમેન્ટરી! મોઢવાડિયાને પિચ પર રમવા દેજો... કહીને થઈ ગઈ હળવી કોમેડી

Gandhinagar News : આજે વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ હતો. ટૂંકી મુદતના પ્રશ્નોત્તરી કાળથી બેઠકથી શરૂઆત થઈ હતી. પ્રશ્નોત્તરી કાળ બાદ ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ પર તાકિદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા થઈ હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પકડાયેલા રૂપિયા 850 કરોડના ડ્રગ્સ બાબતે ગૃહમાં જવાબ આપ્યો હતો. સાથે જ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અંતિમ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી સંદર્ભે ગૃહમાં અંતિમ દિવસના પ્રસ્તાવ દરમિયાન ચર્ચા થશે. 

ગુજરાત વિધાનસભા ગૃહમાં ક્રિકેટ મેચના ઉદાહરણ સાથે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હળવી રમૂજ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે, ‘અર્જુન મોઢવાડીયાને ક્રિકેટની પિચ પર રમવા દેજો. અર્જુન મોઢવાડીયાની વિડ વિકેટ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.’

ત્યારે શૈલેષ પરમારને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હળવી શૈલીમાં જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, ક્યારેક 12 ની ટીમમાં રમવા મળે તો ક્યારેક ન પણ મળે. ક્યારેક એવું પણ બને કે આ સીઝનમાં નહિ તો આવતી સીઝનમાં રમવા મળે પણ રમવા મળે ખરું. રમવા જઈએ તો વિડ વિકેટ પણ થાય પણ અડધી પીચે રન આઉટ થઈ જવું પડે એ દુઃખદ છે. 

તો સામે પક્ષે કોંગ્રેસ નેતા કિરીટ પટેલે કહ્યું કે, પણ મેદાનમાં રમવા માટેની તક આપજો. ત્યારે તેમને જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, એ અમારી ટીમમાં આવી ગયા તમારે પણ થોડા સમય બાદ અમારી ટીમમાં આવવું જ પડશે.

વિધાનસભા સત્રમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે થઈ વાતચીત. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને હવે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વચ્ચે વાત થઈ. મોઢવાડિયાએ ગૃહમાં બિલની ચર્ચા દરમિયાન શૈલેષ પરમારને સંબોધીને કહ્યું કે, તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ, હું તો છુટ્યો. સાથે જ તેમણે કહ્યું કે પહેલા તમારુ ને મારુ કશું નહોતુ ચાલતું, હજી પણ તમારું નથી જ ચાલતું. મોઢવાડિયાએ માર્મિક રીતે શૈલેષ પરમારને એવું પણ કહ્યું કે, તમે પણ આ તરફ આવતા રહો. ત્યા પરસેવાની કિંમત નથી. મોઢવાડિયાની આ કમેન્ટ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news