ભાજપના સ્મૃતિ ઈરાની માટે આ બેઠક ખતરો! કોંગ્રેસના આંતરિક સરવેમાં થયા મોટા ખુલાસા

Congress Survey: કોંગ્રેસના આંતરિક અહેવાલને પગલે રાહુલને અમેઠીથી લડાવવાની તરફેણ કરાઈ રહી છે પણ રાહુલ ગાંધીએ અમેઠીમાંથી ચૂંટણી લડવાના કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. કોંગ્રેસે બીજાં રાજ્યોમાં પણ પક્ષ માટે જીતી શકાય એવી બેઠકોનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.

ભાજપના સ્મૃતિ ઈરાની માટે આ બેઠક ખતરો!  કોંગ્રેસના આંતરિક સરવેમાં થયા મોટા ખુલાસા

Smriti Irani: રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ હંમેશાં ઉત્તર પ્રદેશથી અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડતા આવ્યા છે. ગત લોકસભામાં પ્રથમવાર રાહુલ ગાંધી 2 જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા. જેમાં કેરળમાંથી વિજેતા અને અમેઠીથી હાર્યા હતા. જે સમયે ભાજપના કદાવર નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પરંપરાગત બેઠક પર હરાવ્યા હતા.  

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીની  તૈયારીઓના ભાગરૂપે ૨૦૧૯માં હારી ગયેલી  બેઠકો પર આંતરિક સર્વે કરાવવા માંડયો છે. આ સર્વેમાં રાહુલ ગાંધી હારી ગયા હતા એ અમેઠી લોકસભા બેઠકના સર્વેમાં રાહુલ ગાંધીને ફરી ઉમેદવાર બનાવવાની તરફેણ કરાઈ છે. ૨૦૧૯માં અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી.

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો:
 ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો

આ પણ વાંચો:  અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી

કોંગ્રેસના આંતરિક સર્વેના તારણો પ્રમાણે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અમેઠીમાં સો ટકા જીતશે. અમેઠીની બેઠક એ સોનિયા ગાંધી જીત્યાં હતાં એ રાયબરેલી બેઠક કરતાં પણ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે. આ કરાણે  ૨૦૧૯માં અમેઠીમાં હારનો સામનો કરનાર રાહુલ ગાંધી માટે આ વખતે અમેઠી જીતવાની સારી તક હોવાનું કહેવાય છે.

કોંગ્રેસના આંતરિક અહેવાલને પગલે રાહુલને અમેઠીથી લડાવવાની તરફેણ કરાઈ રહી છે પણ રાહુલ ગાંધીએ અમેઠીમાંથી ચૂંટણી લડવાના કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. કોંગ્રેસે બીજાં રાજ્યોમાં પણ પક્ષ માટે જીતી શકાય એવી બેઠકોનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે. ભાજપે પણ એડવાન્સમાં લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે 160 બેઠકો માટે ફરી તૈયારીઓ કરી છે. 

ભાજપ કોઈપણ ભોગે આ બેઠકો જીતવા માગે છે. ગત લોકસભામાં ભાજપે 303 બેઠકો જીતી વનવે જીત મેળવી હતી. ભાજપની સાથે હવે કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી છે. જેમાં કેરળની વાયનાડ કરતાં અમેઠીની બેઠક સેફ હોવાનો આંતરિક રિપોર્ટ છે. જેને પગલે સ્મૃતિ ઈરાની માટે આ બેઠક ખતરો બની શકે છે. જોકે, રાહુલ આ બેઠક પરથી ચૂંટણી લડે છે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news