દાહોદઃ કાલીડેમમાં ડૂબી જવાથી ચાર વિદ્યાર્થીઓના મોત
દાહોદના કડી ડેમમાં ચાર વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે.
Trending Photos
દાહોદઃ ખાનગી શાળામાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓના કાલીડેમમાં ડૂબી જવાથી મોત થયા છે. જેમાંના 3 વિદ્યાર્થીઓ એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. 4 પૈકી 3 વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં હતા અને એક વિદ્યાર્થી આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને વહેલા છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ સાંજ સુધી વિદ્યાર્થીઓ પરત ફર્યા ન હતા. તેવામાં જ ચારેયના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. પોલીસના દાવા પ્રમાણે, વિદ્યાર્થીઓ કાલીડેમમાં ન્હાવા પડ્યા હતા. જેમાં એકબીજાને બચાવવા જતાં ચારેય વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા. તેમને બચાવવા સ્થાનિકોએ પણ પ્રયાસો કર્યા. પણ તેમના હાથે ફક્ત બાળકોની લાશ લાગી હતી. મૃતકોમાં રોનિક મકવાણા, ભાર્ગવ ઘોડીયાર, ચિરાગ બાંગડીયા અને લીટલ ફલાવર સ્કૂલનો નિકુંજ પરમારનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના મોતના સમાચાર મળતાં જ મૃતકોના પરિવારજનો અને શાળાના પ્રિન્સિપાલ સહિતના લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે