મૃતદેહ

સુરતમાં સળગેલી હાલતમાં મળી આવી ધોબીની લાશ, મોતનું કારણ અકબંધ

ભટાર વિસ્તારમાં ધોબીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ધોબીની લાશને પીએમ અર્થે ખસેડી હતી. જો કે, ધોબીનું મોત કયા કારણોસર થયું છે તે પીએમ રીપોર્ટ બાદ જ સામે આવશે. પરંતુ ધોબીની લાશ અડધી સળગેલી હાલતમાં મળી આવતા ઇસ્ત્રીના કારણે આગ લાગી હોવાની આશંકા છે.

Nov 11, 2020, 04:59 PM IST
Search For Dead Body In Chhani Canal In Vadodara Custodial Death Case PT2M5S

રાજકોટ: પડધરીમાં અઠવાડીયા પહેલા તણાયેલ યુવકનો મૃતદેહ આજે મળ્યો

શહેરમાં એક  અઠવાડિયા પહેલા રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે શહેર તથા જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી. જેમાં પડધરીના બોડીઘોડી સરપદડ ગામમાં વરસાદના કારણે પુલ પરથી પસાર થતી ક્રેટા કાર પૂરના ધસમસતા પ્રવાહમાં તણાય હતી. આ ગાડીમાં બેઠેલા ત્રણ યુવકો પણ ગાડી સાથે તણાયા હતા. જો કે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ગાડીને કિનારે કાઢી લેવામાં આવી હતી. જે પૈકી 2ના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે અન્ય એક યુવકનો મૃતદેહ લાંબી શોધખોળ છતા પણ મળ્યો નહોતો. જે આજે એક અઠવાડિયા બાદ ત્રીજા યુવકનો મૃતદેહ આજીડેમમાંથી મળી આવ્યો હતો. 

Jul 14, 2020, 05:00 PM IST

બોટાદમાં એક દિવસમાં એક જ જગ્યાએથી બે યુવકની મળી લાશ

બોટાદમાં એક જ દિવસમાં અલગ અલગ સમયે બે યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. લાશ અંગેની માહીતી મળતા જ બરવાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા બંને યુવકોના મૃતદેહને પોર્ટમોર્ટમ અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા. જો કે, પોલીસની પ્રાથમિક તાપસમાં મૃતક આ બંને યુવક ખાસ મિત્રો હોવાનું સામે આવ્યું છે.

Jul 6, 2020, 05:58 PM IST

બોટાદના બરવાળામાંથી મળી અજાણ્યા પુરૂષની લાશ, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

બોટાદમાં એજાણ્યા પુરૂષની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને ઘટના સ્થળે પહોંચી લાશ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પુરૂષની હત્યા થઈ છે કે, આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. લાશના પીએમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

Jun 30, 2020, 04:44 PM IST

અનેક વિનંતીઓ છતાં પરિવારજનો ન લેવા આવ્યા મૃતદેહ, સિવિલના સેવકે કરી અંત્યેષ્ઠી

કોરોના દર્દીઓની સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) સહિત શહેરની અને રાજ્યની અનેક હોસ્પિટલોમાં થાય છે. જો કે અન્ય બીમારી ધરાવતા કેટલાક દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન પણ થાય છે, તે પરિવારજનોની સાથે સાથે ચોક્કસપણે પ્રશાસન માટે પણ દુખદાયક હોય છે. કેટલાક કિસ્સામાં અવસાન પામેલા દર્દીનો મૃતદેહ લઈ જવાની તસ્દી પણ કેટલાક પરિવારો કે સગાવ્હાલા લેતા નથી. તેવા કિસ્સામાં હોસ્પિટલ તંત્ર પુરી સંવેદના સાથે જે તે દર્દીની અંત્યેષ્ઠી કરે છે.

May 22, 2020, 07:26 PM IST
4 Members Family Of Vadodara Dead Body In Dabhoi Canal PT10M42S

વડોદરાનો પરિવાર ગુમ, 4 સભ્યોના મૃતદેહ મળ્યા કારમાંથી

વડોદરાનો પરિવાર ગુમ થવાના મામલે ડભોઇના શંકરપુરા બ્રાન્ચ કેનાલમાંથી કાર મળી આવી હતી. પરિવારના ચાર સભ્યોના મૃતદેહ કારમાંથી મળ્યા હતા. મૃતક કલ્પેશની પત્ની તૃપ્તિ પરમારનો મૃતદેહ મળ્યો નથી. નવાપુરામાં આવેલ વણકરવાસમાં ફળિયાના લોકો એકત્રિત થયા હતા. લોકોના ટોળા પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. મૃતક કલ્પેશના દાદાને ઘટનાની જાણ કરાઈ નથી.

Mar 5, 2020, 08:25 PM IST
Found Dead Body Of Family Of Vadodara In Dabhoi Canal PT3M20S

વડોદરાનો પરિવાર ગુમ મામલે ડભોઇની કેનાલમાંથી મળી આવ્યા મૃતદેહ

વડોદરાનો પરિવાર ગુમ થવાના મામલે ડભોઇના શંકરપુરા બ્રાન્ચ કેનાલમાંથી કાર મળી આવી હતી. પરિવારના ચાર સભ્યોના મૃતદેહ કારમાંથી મળ્યા હતા. મૃતક કલ્પેશની પત્ની તૃપ્તિ પરમારનો મૃતદેહ મળ્યો નથી. નવાપુરામાં આવેલ વણકરવાસમાં ફળિયાના લોકો એકત્રિત થયા હતા. લોકોના ટોળા પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. મૃતક કલ્પેશના દાદાને ઘટનાની જાણ કરાઈ નથી.

Mar 5, 2020, 06:45 PM IST
Two months ago the bodies of buried children were taken out PT2M19S

ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા...

ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા હતા. મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે, હત્યાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Mar 1, 2020, 10:10 PM IST

સગીરાની પથ્થર બાંધેલી હાલતમાં પાણીમાં તરતી લાશ! ક્રાઇમ પેટ્રોલને ટક્કર આપે એવો હિંમતનગરનો કિસ્સો

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરુવાર બપોરે વીરાવાડા ગામની પીટીસી કોલેજની નજીકમાં યુનીક પ્લોટીંગની પાછળના ભાગે આવેલ ચેકડેમના પાણીમાં સગીરાની લાશ તરતી દેખાતાં ગાંભોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી

Feb 25, 2020, 12:16 PM IST

વાપી: 9 વર્ષની બાળકીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચાર

શહેરમાં ચકચારી ઘટના બની છે. 9 વર્ષની બાળકી ગળેફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાપી ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકીનાં મૃતદેહનું પેનલ પીએમ કરાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ મુદ્દે હાલ પોલીસ પણ ગુંચવાડામાં છે. પરિવાર દ્વારા પણ હોબાળો કરવામાં આવી રહ્યો છે. પરિવાર દ્વારા બાળકી સાથે કાંઇક અજુગતુ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

Feb 7, 2020, 10:08 PM IST
deadbody found in sabarkatha watch video on zee 24 kalak PT3M2S

સાબરકાંઠા: વૃક્ષ પરથી વિદ્યાર્થીનો મૃતદેહ લટકતો મળ્યો

વિજયનગરના પરોસડાના જંગલમાંથી વિધાર્થીની ઝાડ પર ગળેફાંસો ખાધેલી લાશ મળી. ખેડબ્રહ્માના દીપથલી ગામનો વિધાર્થી. ઇડરની ઉમેદગઢ શાળામાં ધો.11 માં અભ્યાસ કરતો હતો. રવિવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે આવ્યો ન હતો. બે દિવસથી ગુમ વિધાર્થીની શોધખોળ કરી રહ્યા હતા પરિવારજનો. વિજયનગર પોલીસે લાશને રેફરલ હોસ્પિટલમાં ખસેડી પોસ્ટ મોર્ટમ હાથ ધર્યું.

Feb 5, 2020, 03:55 PM IST

પોતાની પરણિત પ્રેમિકાને મળવા ગયેલો યુવાન કુવામાંથી મળ્યો, કારણ છે ચોંકાવનારુ

ચિચોડ ગામમા એક કુવામાથી ગામનાં જ એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમા મ્રુતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ચાર દીવસથી ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફરેલા યુવાન મુકેશ રાઠવાનો મૃતદેહ મળતા ગામમા ચકચાર મચી ચુકી છે. મુકેશ રાઠવાની હત્યાના સગડ મેળવવા પોલિસે હાથ ધરેલી તપાસમાં પોલિસને પણ ચોંકાવનારી વિગતો મળી હતી. પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, ચાર વર્ષ પુર્વે મુકેશ રાઠવાની તેનાજ મોટા કાકાના દીકરા શંતિલાલની પત્ની સાથે આંખો મળી ગઇ અને મુકેશ રાઠવાએ ત્રણ સંતાનોની માતા એવી પોતાની કૌટુમ્બિક ભાભી સાથે અનૈતિક સમ્બંધ બનાવ્યો. પરંતુ મુકેશના તેની ભાભી સાથેના આ અનૈતિક સમ્બંધો છુપા ન રહ્યા અને પરિવારના લોકો સામે તેમની આવાત ખુલી ગઇ. પોતાના પ્રેમ સંબંધોની બધાને જાણ થતા મુકેશ પોતાની પરિણિત પ્રેમિકાને લઇ કાઠ્યાવાડ તરફ જતો રહ્યો. ત્યાં જ પોતાની પ્રેમિકાને સાથે રાખી મંજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતો રહ્યો. 

Feb 2, 2020, 11:58 PM IST
Ahmedabad news deadbody found in car bopal and latest update in satellite loot case PT3M32S

અમદાવાદ: બોપલમાં ગાડીમાંથી મળ્યો મૃતદેહ અને સેટેલાઈટ લૂંટ કેસના અપડેટ વિગતવાર

બોપલ ના ઓર્ચીંડ સેન્ટર પાસે પાર્ક થયેલી ગાડીમા મળી આવ્યો યુવકનો મૃતદેહ. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે હાથ ધરી તપાસ. મૃતદેહ પર ઈજા ના કોઈ નિશાન નહી. બોપલ પોલીસે તપાસ હાથ ધરી. આ ઉપરાંત સેટેલાઈટ લૂંટ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ સમાચારો વિગતવાર જાણવા માટે જુઓ વીડિયો.

Jan 31, 2020, 02:55 PM IST
Savdhan Gujarat: Surat Baby Girl Dead Body Missing PT3M

સાવધાન ગુજરાતઃ કબરમાંથી બાળકીનો મૃતદેહ જ ગાયબ

તમારા ઘરમાંથી સોનું, ચાંદી, રૂપિયા જેવા કિંમતી માલસામાનની ચોરીના કિસ્સા તો આપ સૌ કોઈએ સાંભળ્યા હશે...પણ શું આપે કબરમાંથી મૃતદેહ ચોરી થવાની વાત ક્યારેય સાંભળી છે?....જીહા આજે તમને એક એવો કિસ્સો બતાવવા જઈ રહ્યા છે...જેમાં એક કબરમાંથી મૃતદેહ જ ગાયબ થઈ ગયો...શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં,...

Jan 23, 2020, 11:55 PM IST

ભરૂચ: દહેજમાંથી ગુમ 6 વર્ષીય બાળકનો દેહ મળ્યો, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થયાની આશંકા

ભરૂચનાં દહેજના વડદલા ગામમાંથી ગુમ 6 વર્ષના બાળક ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળક ગત રોજ બપોરે 12.30 વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમિયાન બાળક છેલ્લે મિથુન કેવટ નામનાં યુવક સાથે જોવા મળ્યો હોવાથી તેની પુછપરછ બાદ નજીકની રેસીડેન્સીનાં પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. જો કે બાળકને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. 

Jan 19, 2020, 07:10 PM IST

વિસાવદરમાં વીજ કરંટથી સિંહણનું મોત, શિયાળનો પણ મૃતદેહ મળતા વનવિભાગનું કોમ્બિંગ

વિસાવદરના કાલસારીથી રાજપરા રોડ તરફની અવાવરૂ જગ્યામાંથી કોલર આઇડીવાળી સિંહણ અને શિયાળનો મૃતદેહ મળી આવ્યો હતો. બંન્નેના મોત વીજ કરંટથી થયા હોવાનું સામે આવ્યું છે. કાલસારીની સીમમાં અવાવરૂ જગ્યામાં સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વન વિભાગને થતા સ્થળ પર તપાસ હાથ ધરી હતી. ત્યાંથી શિયાળનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. સિંહણના મૃતદેહને અડધો કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હોવાનાં નિશાન પણ જોવા મળ્યા છે. આ સિંહણના ગળામાં રેડીયો કોલર પણ પહેરાવાયું હતું.

Jan 19, 2020, 05:21 PM IST
Settlement Of Rabari Samaj Movement In Junagadh PT16M20S

જૂનાગઢમાં રબારી સમાજના આંદોલનનું સમાધાન, જુઓ Video

જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રોષે ભરાયેલા રબારી સમાજને સમજાવવા માટે પોરબંદર અને જૂનાગઢના સાંસદ દોડી આવ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. રબારી સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પોરબંદરના સાંસદ અને જુનાગઢ સાંસદ સાથે ધર્મગુરુઓની હાજરીમાં મુખયમંત્રી સાથે ટેલીફોનીક ચર્ચા થયા બાદ આંદોલનનું સામાધાન થયું હતું.

Jan 18, 2020, 04:55 PM IST
Politics On Junagadh LRD Examiner Father Death Case PT8M11S

જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રાજકારણ ગરમાયું

જૂનાગઢમાં LRD વિવાદને લઇ આપઘાત મામલે રોષે ભરાયેલા રબારી સમાજને સમજાવવા માટે પોરબંદર અને જૂનાગઢના સાંસદ દોડી આવ્યા હતા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની પ્રયત્ન કર્યો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા પ્રયત્ન કર્યો હતો.

Jan 18, 2020, 03:50 PM IST
CM Vijay Rupani's Big Statement On Junagadh LRD Examiner Father Death Case PT12M37S

જૂનાગઢ આપઘાત કેસને લઇ મુખ્યમંત્રી વીજય રૂપાણીનું મોટું નિવેદન

જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં પુત્રોને થયેલ અન્યાયને લઈને આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એલઆરડીમાં પાસ થયા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન મુદ્દે બન્ને પુત્રોને અન્યાય થતા આધેડને લાગી આવ્યું હતું. મ્યાજર હુણ નામના વ્યક્તિએ સરકારી કચેરીમાં જ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો. જ્યાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

Jan 18, 2020, 03:15 PM IST