AMTS બસની ટક્કરે યુવકનું મોત, બસ એજન્સીને માત્ર દંડ કરી છોડી દેવાઈ, પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે સંચાલક

Ahmedabad Hit And Run : અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્તા પર AMTS બસની ટક્કરે યુવકનું કમકમાટીભર્યું મોત, એએમટીએસ દ્વારા એજન્સીને ફક્ત 2 લાખનો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો

AMTS બસની ટક્કરે યુવકનું મોત, બસ એજન્સીને માત્ર દંડ કરી છોડી દેવાઈ, પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે સંચાલક

Ahmedabad Accident : અમદાવાદમાં ફરી એકવાર AMTS બસે માતેલા સાંડની જેમ દોડીને એક યુવકનો જીવ લીધો છે. મોતની સવારી બનીને ઘૂમતી AMTS બસની અડફેટે ટુ વ્હીલર ચાલકનું મોત નિપજ્યુ છે. અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે AMTS બસે બાઈક ચાલક યુવકને અડફેટે લઈને કચડ્યો હતો. તેમાં પણ માનવતા ભૂલેલો ડ્રાઈવર અકસમાત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એક સેકન્ડ પણ ગાડી ઉભી રાખીને તેણે નીચે ઉતરવાની તસ્દી લીધી ન હતી. આ ભયાવહ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. 

અમદાવાદના મણિનગર વિસ્તારના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે અકસ્માતની આ ઘટના બની હતી. એએમટીએસની ટક્કરે યુવાનના કમકમાટીભર્યા મોતનો વીડિયો સામે આવ્યો છે. શહેરના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે એએમટીએસની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી એએમટીએસ બસ ચાલક ત્યાંથી રમરમાટ ગાડી દોડાવીને ફરાર થઈ ગયો હતો. 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે. અર્હમ ટ્રાવેલ્સના માલિક મણિનગરના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે. તો બીજી તરફ, આનંદ ડાગાના પત્ની શિતલ ડાગા હાલ એએમસીમાં ભાજપના દંડકના પદે છે. જોકે, સમગ્ર અકસ્માતમાં એએમટીએસ દ્વારા એજન્સીને ફક્ત 2 લાખનો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો. ઼

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 23, 2024

 

બસ એજન્સીને બ્લેક લિસ્ટ કરો - વિપક્ષ
સમગ્ર મામલે એએમસી વિપક્ષની અત્યંત આકરી પ્રતિક્રીયા સામે આવી છે. આ વિશે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કહ્યું કે, લોકોના જીવને એએમટીએસ શાસકોએ મજાક બનાવી દીધી છે. દાખલો બેસે એવી કાર્યવાહી કરવી જોઇએ. કંપનીને બ્લેકલીસ્ટ કરવાની માંગ કરીએ છીએ. 

એએમટીએસની બસોના છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તે જ રીતે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચલાન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. વર્ષ 2020/21 માં 06 અકસ્માત , 01 ફેટલ અકસ્માત થયા, વર્ષ 2021/22 માં 08 અકસ્માત, 00 ફેટલ અકસ્માત થયા અને વર્ષ 2022/23 જાન્યુઆરી સુધી એક અકસ્માત અને 00 ફેટલ અકસ્માત થયા છે. આ સાથે ખાનગી ઓપરેટી બસ અકસ્માત જોઇએ તો વર્ષ 202/23 જાન્યુઆરી સુધી 240 અકસ્માત જેમા 09 ફેટલ અકસ્માત, વર્ષ 2021/22 માં 155 અકસ્માતમાં 08 ફેટલ અકસ્માત થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news