હવે આ કોંગ્રેસનું શું થશે? વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાત કોંગ્રેસમાં કકળાટ શરૂ, ખેંચતાણ વધી!

ચૂંટણીઓ નજીક આવે એટલે કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ જ જતો હોય છે. આવુ જ હવે અમરેલી કોંગ્રેસમાં થયુ છે, અમરેલી જિલ્લાની પાંચ બેઠકો પૈકી ધારી / બગસરા બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર બગસરાના જ હોવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

 હવે આ કોંગ્રેસનું શું થશે? વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાત કોંગ્રેસમાં કકળાટ શરૂ, ખેંચતાણ વધી!

કેતન બગડા/અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાબેતા મુજબ જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લાની ધારી / બગસરા વિધાનસભા બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર જ હોવા જોઈએ તેવી માંગ ઉઠી છે. આ મુદ્દે બગસરાના ઝાંઝરીયા ગામ નજીક આવેલ એક ધાર્મિક સ્થળે કોંગ્રેસના કાર્યકરોની એક મીટિંગ પણ મળી હતી.

ચૂંટણીઓ નજીક આવે એટલે કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ જ જતો હોય છે. આવુ જ હવે અમરેલી કોંગ્રેસમાં થયુ છે, અમરેલી જિલ્લાની પાંચ બેઠકો પૈકી ધારી / બગસરા બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર બગસરાના જ હોવા જોઈએ તેવી માંગ ઉઠી છે. બગસરાના ઝાંઝરીયા ગામ નજીક મળેલ આ બેઠકમાં બગસરા તાલુકાના મોટા ભાગના ગામોમાંથી કોંગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકઠા થયા હતા અને સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી.

અમરેલી જીલ્લાની ધારી / બગસરા / ખાંભા વિધાનસભા બેઠક એવી બેઠક છે જેમા ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટી ધારી અને ખાંભા વિસ્તારમાંથી જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારે છે. આવા સંજોગોમાં હવે કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો બગસરાના સ્થાનિક ઉમેદવારની માંગ પોતાની જ પાર્ટી પાસે કરી રહ્યા છે.

બગસરા કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠક બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભલે એવુ કહ્યું હોય કે અમે કોંગ્રેસ પાર્ટી સાથે જ છીએ. પરંતુ આજે મળેલી બેઠકમાં કાર્યકરો અને આગેવાનોને સુર સાંભળતા એવુ જરૂર લાગે છે કે આગામી દિવસોમાં આ કકળાટ વધવાની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news