નાયબ મુખ્યપ્રધાનની Corona Vaccine અંગે મહત્વની જાહેરાત, આટલું નહી કરો તો ચુકવવો પડશે ચાર્જ
Trending Photos
ગાંધીનગર : ગુજરાત સહિત સમગ્ર દેશમાં બીજા તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ થઇ ચુક્યો છે. તેવામાં વેક્સિન કઇ રીતે મળશે અને નાગરિકો વેક્સિન કઇ રીતે લઇ શકશે તે અંગેનો રોડ મેપ નાયબ મુખ્યપ્રધાન દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. વેક્સિન આપવાના ભાવની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. 60 વર્ષથી વધારે વયના સિનિયર સિટીઝન અને 45થી 59 વર્ષના અન્ય રોગોથી પીડાતા નાગરિકોને વેક્સિન આપવામાં આવશે. એક માર્ચથી આ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ડીસ્ટ્રીક હોસ્પિટલ મેડિકલ કોલેજો સાથેની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલોમાં નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે એટલે કોઈ પણ જાતનો ખર્ચો સરકારી હોસ્પિટલમાં નહીં થાય. રાજ્ય સરકારને વિનામૂલ્ય વેક્સિન મારા સરકાર દ્વારા આપવામાં આવી છે એ વ્યક્તિને આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં જોડાયેલી હોસ્પિટલો વેક્સિન લેવા જાય તે માટે દોઢ સો રૂપિયા અને સો રૂપિયા વહીવટી ખર્ચ. એક માસ પછી બીજો ડોઝ લેવા નું થશે ત્યારે બીજી વખત બીજા ૨૫૦ રૂપિયા ચૂકવવા પડશે. રાજ્ય સરકાર કાર્યરત 2050 સેન્ટર પર સરકાર હસ્તકની હોસ્પિટલો છે ત્યાં વિનામૂલ્યે વેક્સિનેશન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા વાત્સલ્ય યોજના માન્યતાપ્રાપ્ત હોસ્પિટલો 522 હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવશે અહીં અઢીસો રૂપિયા ચૂકવવા પડશે. ભારત સરકારની કામદાર હોસ્પિટલો ગુજરાતમાં ૧૪ છે એ જગ્યાએ પણ વેક્સિનેશન કરવામાં આવશે. આવતીકાલે જ ભારત સરકાર દ્વારા સપ્લાય શરૂ કરી દેવામાં આવશે જેમાં વ્યક્તિ નો વપરાશ ગુજરાતમાં થતો જશે તેમ તેમ કેન્દ્ર સરકાર દ્વારા મોકલી આપવામાં આવશે. 3 લાખ વેક્સિન નો જથ્થો અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ છે. પહેલી તારીખથી તેના આધારે વેક્સિનેશન નો કાર્યક્રમ શરૂ કરાશે. વિનામૂલ્યે વેક્સિન આપવા માટે જે ખર્ચ થશે તે ભારત સરકાર ઉપડશે. રાજ્ય સરકારે કોઈ ખર્ચ નહીં કરવું પડે. ખાનગી હોસ્પિટલોને રાજ્ય સરકાર પૂરો પાડશે. કોઈએ બજારમાંથી કોઈ વેક્સિન લેવાની નથી. ખાનગી હોસ્પિટલોને ઓનલાઇન પેમેન્ટ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભારત સરકાર સાંજે સાંજે પણ બીજી વિડિયો કોન્ફરન્સનું આયોજન અને અમલીકરણ માટે કરવામાં આવી છે.
મુખ્યમંત્રી સાથે કોર ગ્રુપમાં નિર્ણય કર્યો છે કે ધારાસભ્યોએ કેવી રીતે વ્યક્તિ મેળવીએ એનું અલગથી નિર્ણય કરવામાં આવશે.ટુ પોઈન્ટ ઝીરો એપ ડાઉનલોડ કરવાની છે અને આરોગ્ય સેતુ ઉપર આ કાર્યવાહી કરી શકાશે રજિસ્ટ્રેશન કરી શકાશે. વેક્સિન લેવી એ મરજિયાત છે જેને લેવી હોય એ લઇ શકે છે. જેમને જેમને વેક્સિન લેવા પાત્રો અને મળવાપાત્ર છે તે લોકોને વેક્સિન લેવી જોઈએ એવી આરોગ્ય મંત્રી તરીકે અપીલ. એક વર્ષનો સમય ગાળો કોરોના નો થવા આવ્યો છે રાજ્ય સરકારે અનેક સુવિધાઓ અને જથ્થા પૂરો પાડ્યો છે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે અનેક પ્રકારની દવાઓ ખરીદી દર્દીઓને આપવામાં આવી છે. મેડિકલ સ્ટાફ ના રક્ષણ માટે પીપીપી કીટ સહિત ૧૦૦૦ કરોડથી વધારાનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે. આ બધી બાબતોના બિલ ચૂકવવાના છે અને અત્યારે પણ ચૂકવી રહ્યા છે. જોકે દરેક બિલ ચૂકવતા પહેલા તેની પૂર્ણ ચકાસણી કરવામાં આવે છે મંજુ ઘેરી હોય તો કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે. પારદર્શકતાથી થાય તેવો સંપૂર્ણ પ્રયત્ન સરકાર દ્વારા કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે