વિજ્ઞાનજાથા

પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામે લોકોને લૂંટતો હતો

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.

Oct 9, 2019, 01:52 PM IST

ઢબુડી માતાના સેવકે ધમકી આપી, ‘પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે’

ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડ મામલે હવે તેના ભક્તો મેદાનમાં આવ્યા છે. ઢબુડી માતાના ભક્તોની રોજેરોજ નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં ઢબુડી માતાનો સેવક એક પત્રકારને ધમકી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. 

Aug 30, 2019, 01:51 PM IST

ફરાર ઢબુડી માતાના બચાવમાં આવ્યા ભક્તો, કહ્યું-માતા ભાગી નથી ગયા, આરાધનામાં હશે

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર ધર્મના નામે ધતિંગ કરવાના અને ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ છે. ત્યારે ઢબુડીના માતાના ભક્તો ઢબુડી માતાને બચાવવા મેદાને આવ્યા છે. સુરતમાં ઢબુડી માતાના ભક્તો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, ઢબુડી માતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે. આ ભક્તોએ એમ પણ કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે. 

Aug 29, 2019, 01:23 PM IST

બેનકાબ થઈ ઢબુડી માતા, અસલી ચહેરો આવ્યો લોકોની સામે, જુઓ ઓઢણીના અંદરની માતા કેવી દેખાય છે

ઢબુડી માતાના નામે લોકોને છેતરનાર ધનજી ઓડ હાલ ફરાર છે. તેનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. માથે ઓઢણી લઈને લોકોને ધર્મના નામે લૂંટતા ધનજી ઓડનો ચહેરો કોઈએ જોયો નથી. ઢબુડી માતા જ્યારે પણ જાહેરમાં આવે ત્યારે માથે ચુંદડી લઈને જ લોકોની વચ્ચે આવતો હતો. તે લોકો સાથે સંપર્ક કરતા સમયે પણ માથા પર ચુંદડી ઢાંકી રાખતો. ત્યારે ધર્મના નામે ધતિંગ કરતા ધનજી ઓડનો ચહેરો સામે આવ્યો છે.

Aug 29, 2019, 08:39 AM IST

અમદાવાદના આ આલિશાન બંગલામાં રહે છે ઢોંગી ઢબુડી માતા, જુઓ Photos

ધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરી લેનાર ઢબુડી માતાએ ગઈકાલે પત્રકાર પરિષદ કરીને લોકોના આક્ષેપો નકાર્યા હતા. પરંતુ હાલ તે ક્યાં છે તે કોઈને ખબર નથી. અમદાવાદના ભવ્ય અને આલિશાન બંગલામાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ રહે છે, ત્યારે ઝી 24 કલાકની ટીમ ચાંદખેડામાં ઢબુડી માતાના બંગલા પર પહોંચી હતી. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, હાલ આ બંગલામાં કોઈ રહેતુ નથી.

Aug 28, 2019, 03:37 PM IST

ઢબુડી માના ભક્તે એક વ્યક્તિને ફોન પર ધમકાવ્યો, કહ્યું-જે દિવસે માડી શ્રાપ આપશે, તે દિવસે ભીખ માગીશ

ભક્તોને ગેરમાર્ગે દોરાયાનો આરોપ થયા બાદ અને વિવાદ વકરતા ફરાર ઢબુડી માતા આખરે ગઈકાલે સાંજે મીડિયા સામે આવી હતી. પત્રકાર પરિષદ કરીને પોતાના પર કરાયેલા તમામ આક્ષેપોને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે નકાર્યા હતા. ત્યારે આજે ઢબુડી માની ભક્ત અને અન્ય વ્યક્તિની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં ભક્ત અન્ય વ્યક્તિને ધમકાવી રહી છે. બંને વચ્ચે ઢબુડી માંને લઈને ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. 

Aug 28, 2019, 01:52 PM IST

પિતાનો આરોપ, ઢોંગી ઢબુડી માતાને કારણે મારા કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું

હાથ ઢીંગલી લઈને અને માથે ઓઢણી પહેરીને લોકોને લૂંટતી ઢોંગી ઢબુડીનો વધુ એક કિસ્સો બોટાદમાંથી સામે આવ્યો છે. પોતાનો જુવાનજોધ દીકરો ઢબુડી માતાને કારણે મૃત્યુ પામ્યો છે તેવું બોટાદના રહેવાસી ભીખાભાઈ માણિયાએ આરોપ લગાવ્યો છે. આ માટે તેમણે વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો.

Aug 27, 2019, 03:48 PM IST

ગુજરાતમાં અચાનક ક્યાંથી પ્રગટી ઢબુડી માતા, જેની સામે પોલીસ-ધારાસભ્યો પણ સલામી ભરે છે

ગુજરાતમાં અચાનક ઢબુડી માતા ચર્ચામાં આવી છે. લોકો ઢબુડી માતાને ગૂગલ અને યુટ્યૂબ પર શોધી રહ્યાં છે. હોરર કોન્જ્યુરીંગ ફિલ્મમાં બતાવેલી સુંદર ઢીંગલીને શણગાર કરીને સાથે માથે ચુંદડી ઓઢીને ફરતી ઢબુડી માતા હકીકતમાં એક પુરુષ છે. માથે ઓઢણીને કારણે અને નામને કારણે લોકો તેને સ્ત્રી સમજી રહ્યા છે, પણ હકીકતમાં આ પડદા પાછળ ધનજી ઓડ નામનો શખ્સ છે. ચુંદડી ઓઢેલો ધનજી ઓડ કેન્સર મટાડવાનો પણ દાવો કરે છે. ત્યારે હાલ પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી તે ફરાર થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી તેણે કરોડો રૂપિયા ભક્તો પાસેથી ખંખેરી લીધા છે. 

Aug 27, 2019, 11:06 AM IST

શ્રદ્ધાને ધંધો બાનાવી ઢબુડી માતાના નામે લોકોને ઠગનાર ધનજી ઓડનું રીયાલીટી ચેક

ધનજીનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણી કરતો નથી. જો કે ધનજીને દેવી અતવાર ગણીને આવનાર લાખો લોકોને રહેવા અને જમાડવાનો એક વ્યવસ્થીત ધંધો ચાલી રહ્યો છે. વ્યવસ્થા સંભાળનાર પણ ધુતારા ધનજીના નજીકના છે. 

Aug 26, 2019, 11:56 PM IST

બીડી ધૂપથી લોકોના દુખ દૂર કરવાનો દાવો કરતા બાબાનો ધંધો વિજ્ઞાનજાથાએ ગોરખબંધ કરાવ્યો

 રાજકોટના હડાળા ગામે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે. કારણ છે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પલીસ અને વિજ્ઞાનજાથા સામે લેખિત બાંહેધરી આપી છે. તેમણે એવી બાંહેધરી આપી છે કે, તે હવે પછી ધૂપ આપી ધતિંગ નહીં કરે. આ મામલે વિજ્ઞાનજાથાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ આવા ઢોંગી અને લાલચુ લોકોથી દૂર રહે. ઉલ્લેખનીય છે કે હડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુ:ખ-દર્દ દૂર થતા હોવાનો દાવો કરવામાં આવતો હતો. 

Jan 22, 2019, 10:05 AM IST