રૂપાલ News

ગુજરાતમાં અચાનક ક્યાંથી પ્રગટી ઢબુડી માતા, જેની સામે પોલીસ-ધારાસભ્યો પણ સલ
Aug 27,2019, 11:06 AM IST
જીતુ વાઘાણીએ વરદાયિની માતાના દર્શન બાદ સંપર્ક અભિયાનની કરી શરૂઆત
ભાજપના સંપર્ક અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રૂપાલથી વરદાયિની માતાના દર્શન અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારના કામો અમે ઘેર ઘેર પહોંચાડીશું. તમામ લોકોના સપનાનું ભારત બનાવવા અમે કટીબદ્ધ છીએ. સમગ્ર દેશમાં આ સંપર્ક અભિયાન ચાલે છે. જ્યાંથી અમિત શાહ ચૂંટણી લડવાના છે એ ગાંધીનગર લોકસભામાં આ અભિયાનનો પ્રારંભ કર્યો છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બૂથમાંથી કાર્યકર તરીકે કામ કરી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેનું અમને ગૌરવ છે. તમામ 26 બેઠકો જીતવાના સંકલ્પથી અમે આગળ વધી રહ્યાં છે. 24થી 26 માર્ચ દરમિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 26મીના રોજ આ સંમેલનમાં યોગી આદિત્યનાથ હાજર રહેશે.
Mar 23,2019, 14:35 PM IST
ગુજરાતના આ સ્થળે સૃષ્ટિની શરૂઆતથી જ બિરાજમાન માતાજી, પાંડવોને આપ્યું હતું
ગાંધીનગરથી 13 કિમીના અંતરે આવેલ રૂપાલમાં વરદાયિની માતાજી સૃષ્ટિના આરંભથી રૂપાલ ગામમાં બિરાજમાન છે. નવદુર્ગા પોતાના નવ સ્વરૂપ પૈકિ દ્વિતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની શ્રી વરદાયિની માતાજીના સ્વરૂપે સ્વયં અહીં બિરાજમાન છે. સૃષ્ટિના પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું. આથી બ્રહ્માજી શ્રી વરદાયીની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરુપે શરણે આવેલા બ્રહમાંજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો. માનસરોવરનુ સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમી માટે નિવાસ કર્યો.
Feb 2,2019, 5:55 AM IST

Trending news