ડીસામાં લવ જેહાદ! વિધર્મી શખ્સ પરણિતાને ભગાડી ગયો, હદ તો ત્યારે થઈ જ્યારે પતિ પોલીસ...

ડીસામાં લવજેહાદનો કથિત કિસ્સો સામે આવ્યો છે. ડીસા શહેરની એક પરિણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનું તેના પરિવારજનોએ ફરિયાદ કરી છે. ડીસાનો પીર મહમંદ નામનો શખ્સ મુકેશ ઠાકોરનું નામ ધારણ કરીને પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો.

ડીસામાં લવ જેહાદ! વિધર્મી શખ્સ પરણિતાને ભગાડી ગયો, હદ તો ત્યારે થઈ જ્યારે પતિ પોલીસ...

અલ્કેશ રાવ/બનાસકાંઠા: ડીસામાં એક પરણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાની ઘટના બનતા તનાવભરી સ્થિતિ સર્જાઈ છે. ઘટના બાદ પોલીસે પણ ફરિયાદ લેતા સમયે ફરિયાદી પાસેથી નાણાં પડાવ્યા હોવાના ડીસાના પૂર્વ ધારાસભ્યએ આરોપ લગાવ્યા છે. પૂર્વ ધારાસભ્યની દરમ્યાનગીરી બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને સુરત રેલ્વે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે.

ડીસામાં લવજેહાદનો કથિત કિસ્સો સામે આવ્યો છે. ડીસા શહેરની એક પરિણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનું તેના પરિવારજનોએ ફરિયાદ કરી છે. ડીસાનો પીર મહમંદ નામનો શખ્સ મુકેશ ઠાકોરનું નામ ધારણ કરીને પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ લગ્ન કરવાના ઇરાદે તેને ભગાડી ગયો હતો. આ ઘટનાની જાણ પરણીતાના પરિવારજનોને થતાં તેના પરિવારજનો ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ ફરજ પરના પોલીસ કર્મચારીએ ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી અને બાદમાં રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ પોલીસને રૂપિયા આપતા પોલીસે જાણવાજોગ ફરિયાદ લીધી હતી. આ ઘટનામાં પોલીસે રૂપિયા લીધા બાદ પણ ફરિયાદીના જણાવ્યાનુસાર ફરિયાદ લેવાને બદલે માત્ર ગુમ થવાની ફરિયાદ નોંધી હતી. 

આ સમગ્ર ઘટના બાદ ફરિયાદીએ ડીસાના પૂર્વ ધારાસભ્યનો સંપર્ક કરતાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીની ટીકા કરી હતી. પૂર્વ ધારાસભ્યની દરમ્યાનગીરીથી પોલીસે પણ તાત્કાલિક હરકતમાં આવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ડીસા પોલીસ દ્વારા આ ઘટનામાં દાખવવામાં આવેલી બેદરકારી અંગે પૂર્વ ધારાસભ્યએ સ્થાનિક પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટરના નામ જોગ ગેરરીતિના આક્ષેપ કરતા કહ્યું કે 4 દિવસથી પોલીસ પાસે પરિણીતાનો પીડિત પતિ રજુઆત કરવા જતો હોવા છતાં પણ પોલીસે ફરિયાદ ન લીધી.

ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ કુલદીપ દેસાઈએ ફરિયાદ નોંધવામાં પણ પીડિત પરિવાર પાસેથી પૈસા લીધા હોવાનું મને પીડિત પરિવારે કહ્યું છે. વિધર્મી યુવક મુકેશ ઠાકોર નામનું હિન્દૂ નામ ધારણ કરીને પરિણીતાને ફસાવીને તેને ભગાડી ગયો છે. પીઆઇ કુલદીપ દેસાઈ અગાઉ નવસારીમાં પણ વિવાદ કરીને આવ્યા છે અને અહીં ડીસાને બાનમાં લઇ રહ્યા છે. ડીસાના પીઆઇ 4 દિવસ સુધી ફરિયાદ લેતા નથી અને આખરે અમારા દબાણમાં જાણવાજોગ અરજી લીધી છે. 

ડીસાના આવા પીઆઇના કારણે સરકાર અને પોલીસ તંત્ર બદનામ થઈ રહ્યું છે. આ પીઆઇના આવવાથી ક્રાઈમ વધ્યું છે. હિન્દૂ સમાજની બેનને વિધર્મી લઈ જાય તો પણ પીઆઈએ કોઈ કાર્યવાહી ન કરતા અમારે એસપી સુધી જવું પડ્યું. આગ ઉપર બેઠેલ ડીસા શહેર છે, તમે જે નવસારીમાં કરતા હતા તે મહેરબાની કરીને અહીં ન કરો, અંગારે અંગારા દેખાશે ,આ આલિયા માલિયા જમાલિયાને છાવરવાનું બંધ કરી દો. સરકારને અને ગૃહમંત્રીને બદનામ ન કરો.

આ ઘટનામાં ડીસાના પૂર્વ ધારાસભ્યની દરમ્યાનગીરી બાદ ડીસા દક્ષિણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને એક ટીમને આરોપીને ઝડપી પાડવા માટે સુરત મોકલી હતી. જ્યાં સુરતના ઉધના પાસેથી પોલીસે આરોપી ડીસાનો પીર મહમંદને ઝડપી પાડવામાં આવ્યો છે. ડીસા પોલીસે આ આરોપીને ઝડપી પાડીને આરોપી તેમજ પરિણીતાને ડીસા પરત લાવવાની તજવીજ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news