જુનાગઢમાં આફત: કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી બન્યો લાચાર, તસવીરો છે જાગતો પુરાવો

Junagadh Heavy Rain: શહેરમાં પાણીનો પ્રવાહ એટલો ધસમસતો છે કે જ્યાં તો કોઇની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઇના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. આવા તો અનેક દ્વશ્યો છે જેને જોઇને લાગી રહ્યું છે કે કુદરત સાથે કાળા માથાનો માનવી લાચર બની ગયો છે. 

Trending Photos

જુનાગઢમાં આફત: કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી બન્યો લાચાર, તસવીરો છે જાગતો પુરાવો

Junagadh Rain Video: વરસાદ તો તમે ખૂબ જોયા હશે પણ અત્યારે જુનાગઢમાં જે રીતે વરસાદના લીધે દ્વશ્યો સામે આવ્યા છે. જેને જોતા એમ લાગી રહ્યું છે કે જાણે કોઇ ડેમ તૂટ્યો હોય કે નદીમાં પૂર આવતાં પાણી શહેરમાં તારાજી સર્જી રહ્યું હોય. ગિરનાર પર્વત પર 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના પાણી જુનાગઢની ગલીઓમાં ફરી વળ્યા છે. જેના લીધે તારાજીના દ્વશ્યો સર્જાયા છે. આખું શહેર બેટમાં ફેરવાઇ ગયું છે. 

શહેરમાં જ્યાં પણ નજર પડે ત્યાંન રમકડાંની માફક કાર્સ અને વ્હીકલ તણાતા જોવા મળી રહ્યા છે. દુકાનો અને ઘરોમાં પાણી ફરતાં સ્થાનિકો રહીશો લાચાર બન્યા છે. કોઇની રોજી રોટી છિનવાઇ ગઇ છે તો છત તણાઇ ગઇ છે. 

શહેરમાં પાણીનો પ્રવાહ એટલો તસમસતો છે કે જ્યાં તો કોઇની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઇના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. આવા તો અનેક દ્વશ્યો છે જેને જોઇને લાગી રહ્યું છે કે કુદરત સાથે કાળા માથાનો માનવી લાચર બની ગયો છે. 

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક ભયાનક વીડિયો તમારા રૂવાડા ઉભા કરી દેશે. 'દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા', મહિલાઓની ચીસાચીસ, આધેડ-બાપા તણાયા સહિતના અનેક કિસ્સાઓના વીડિયો સામે આવ્યા છે. 'દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા' બૂમો પાડી પણ કોઈ બચાવી ન શક્યું..

તો બીજી તરફ એક દાદા અને દાદી પાણીના ધસમતા પ્રવાહ સામે હિંમત હારી જતાં તણાતા જોવા મળે છે. જોકે હાજર લોકોએ તેમને સમયસૂચકતા સાથે પકડી લેતાં જીવ બચી ગયો હતો.

આફત બનીને ત્રાટકેલા વરસાદના લીધે કલેક્ટર ,એસપી ,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા પર આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તથા હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર  નહીં નીકળવા અપીલ કરી છે. 

ગિરનાર પર્વત પર વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે આ પહેલાં જુનાગઢમાં આવો વરસાદ ક્યારે ખાબકયો નથી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વહી રહ્યા છે. જેને લીધે કારો રમકડાંની માફક તણાતી જોવા મળી રહી છે. વરસાદના લીધે પાણીનો પ્રવાહ જાણે શહેરની ચીરીને નદીની માફક વહી રહ્યો છે. 

સતત વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news