અહો વૈચિત્રમ ! ગરબાના ટોળામાં કોરોના થાય પણ ચૂંટણીની જાહેર સભામાં ન થાય !
Trending Photos
અમદાવાદ : કોરોના મહામારીના કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહી તે માટે રાજ્ય સરકારે નવરાત્રીમાં કોઇ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી તેવી ગાઇડલાઇન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. લોકોનાં ટોળા થાય તેવી સ્થિતીમાંક કોરોના સંક્રમણનો ભય વધી જાય છે જો કે સંક્રમણ માત્ર ગરબામાં જ થાય જો લોકોનાં ટોળા ચૂંટણીના આયોજન કે રેલીમાં થાય તો તેમને સંક્રમણ ન થાય ! વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણી દરમિયાન પ્રચારની છુટ આપવામાં આવી છે. જેને લઇને નાગરિોકમાં રોષ જોવા મળી રહ્યો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી છે. અને તે જ સમયે ચૂંટણી પ્રચાર થશે.
જેથી એક પ્રકારે નવરાત્રીનાં સ્પીકર બંધ કરીને માઇકના ભુંગળ વગાડી શકાશે. આ દરમિયાન વિવિધ ગ્રુપ મીટિંગોના પણ આયોજન થશે અને સભાઓ પણ આયોજીત થશે. આજે રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન લાઇન જાહેર કર્યું હતું. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/cgjdlfvr સ્તાફના અને પુજા આરતી કરી શકાશે. પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહી. પ્રસાદ વિતરણ પણ થઇ શકશે નહી. સરકાર દ્વારા કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાને રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેનો અમલ 16 ઓક્ટોબરથી થશે.
ગુજરાતમાં 9 બેઠકની વિધાનસભા પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. જેની સામે જનતામાં આશ્ચર્ય ફેલાઇ રહ્યું છે. 17 ઓક્ટોબરથી નવરાત્રીના નવ દિવસ ગરબાની ઉજવણી રદ્દ કરવાની સરકારે જાહેરાત કરી છે. તો બીજી તરફ ચૂંટણીપ્રચાર પ્રસાર માટે છુટ આપવામાં આવી છે. તેવામાં ગુજરાત સરકાર સામે ગરબા પ્રેમી જનતામાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે