નવરાત્રી

Superfast 20-20 Today 25 October 2020 PT4M19S

સુપરફાસ્ટ 20-20માં જુઓ મહત્વના સમાચાર

Superfast 20-20 Today 25 October 2020

Oct 25, 2020, 10:40 PM IST
Samachar Gujarat: Watch 25 October All Important News Of The State PT17M45S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 25 October All Important News Of The State

Oct 25, 2020, 08:20 PM IST
CM Rupani Says BJP Will Win Eight Seats PT4M9S

ભાજપ આઠેય બેઠકો જીતશે: CM રૂપાણી

CM Rupani Says BJP Will Win Eight Seats

Oct 25, 2020, 08:20 PM IST
CM Rupani Did Weapon Puja PT14M21S

સીએમ રૂપાણીએ કરી શસ્ત્ર પૂજા

CM Rupani Did Weapon Puja

Oct 25, 2020, 07:45 PM IST

મિનીએચર આર્ટ: હથેળીમાં સમાયા વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા

આ કલાકારે મિનીએચર સાઇઝમાં નવરાત્રીની અલગ અલગ ઝાંખીની રચના કરી છે. જેમાં વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા, ઢોલને ધબકારે ગરબા રમતી મહિલાઓ, માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા, ઉપરાંત લક્ષ્મીજી,દુર્ગા પૂજા, ફૂલ ગરબો વગેરેની ઉમદા પ્રતિકૃતિઓની રચના કરી છે.

Oct 24, 2020, 09:47 AM IST

નોમ અને દશેરાના મુહૂર્તની ન કરો ચિંતા, જાણો દશેરાની ચોક્કસ તારીખ

હિન્દુ ધર્મમાં નવરાત્રિ (Navratri) ખૂબ મહત્વની છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં નવરાત્રિના 9 દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, નવ દિવસ સુધી દેવીની પૂજા કરવામાં આવે છે અને તેમને તેમનો પ્રિય પ્રસાદ અર્પણ કરી તેમને પ્રસન્ન કરવામાં આવે છે.

Oct 24, 2020, 08:17 AM IST

તહેવાર પહેલા સસ્તુ થયું ડ્રાય ફ્રૂટ્સ, જાણો કાજુ, બદામ, સુકી દ્રાક્ષના નવા ભાવ

દશેરા, દિવાળી આવતા જ કાજુ, બદામ અને સુકી દ્રાક્ષ હમેશાં મોંઘી થઈ જાય છે, પરંતુ આ વખતે તહેવારની સીઝનમાં ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) સસ્તા થઈ ગયા છે. કોરોના વાયરસ મહામારી (coronavirus pandemic)ના કારણે ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતમાં ઘટાડો થયો છે. સમાન્ય રીતે તહેવાર પર ડ્રાય ફ્રૂટ્સની ડિમાન્ડ વધે છે, પરંતુ આ વખતે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારમાં પણ ગ્રાહક દુકાનોથી દુર છે.

Oct 23, 2020, 01:27 PM IST

નવરાત્રિમાં સોસાયટી-ફ્લેટમાં એક કલાકની આરતી-પુજા માટે પોલીસ પરમિશન જરૂરી, આ રહેશે ગાઇડલાઇન

* નવરાત્રીને લઈને પોલીસ કમિશ્નરનુ જાહેરનામુ
* નવરાત્રીમા 200 થી વધુ વ્યક્તિઓ એકઠા નહિ થઈ શકે
* સોશિયલ ડિસ્ટસિંગ સાથે માત્ર સ્થાપના અને આરતી કરવા મળશે મંજૂરી 
* દશેરા પર રાવણ દહન અને ગરબા ના કાર્યક્રમો નહિ કરી શકાય
* દુર્ગા પૂજા માટે પણ જાહેર પંડાલો નહિ લગાવી શકાય

Oct 15, 2020, 06:47 PM IST

નવરાત્રીનું આયોજન રદ્દ રહેતા ગોધરાના અનેક મુસ્લિમ પરિવારોમાં શોકનો માહોલ

* નવરાત્રી રદ્દ રહેવાને કારણે અનેક મુસ્લિમ પરિવારો બેકારીના ખપ્પરમાં હોમાયા
* ગોધરાના લાકડાના દાંડીયા સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવે છે
* નવરાત્રીનું આયોજન જ રદ્દ રહેતા દાંડીયાની માંગ નહી રહેતા લાખોનો માલ પડ્યો

Oct 11, 2020, 06:21 PM IST

અહો વૈચિત્રમ ! ગરબાના ટોળામાં કોરોના થાય પણ ચૂંટણીની જાહેર સભામાં ન થાય !

કોરોના મહામારીના કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહી તે માટે રાજ્ય સરકારે નવરાત્રીમાં કોઇ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી તેવી ગાઇડલાઇન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. લોકોનાં ટોળા થાય તેવી સ્થિતીમાંક કોરોના સંક્રમણનો ભય વધી જાય છે જો કે સંક્રમણ માત્ર ગરબામાં જ થાય જો લોકોનાં ટોળા ચૂંટણીના આયોજન કે રેલીમાં થાય તો તેમને સંક્રમણ ન થાય ! વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણી દરમિયાન પ્રચારની છુટ આપવામાં આવી છે. જેને લઇને નાગરિોકમાં રોષ જોવા મળી રહ્યો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી છે. અને તે જ સમયે ચૂંટણી પ્રચાર થશે. 

Oct 9, 2020, 11:19 PM IST

શક્તિપીઠ અંબાજી મંદિરમાં આ વર્ષે નહી યોજાય નવરાત્રી, ગરબાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું

માં અંબાનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠ માનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે. મા અંબાના નામના ગરબા સમગ્ર ભારતભરમાં ગવાય છે અને રમાય છે. આસોસુદ મહિનાની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ  જોતા હોય છે. ત્યારે આ વખતે નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી નહીં યોજવાનો નિણઁય લીધો છે. જેના પગલે યાત્રાધામ અંબાજી ચાચરચોકમાં નવરાત્રી દરમિયાન ગરબા નહીં યોજાય ને જ્યાં દર વર્ષે માં અંબાનું ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાતું હોય છે ને હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળતી હોય છે. જો કે આ વખતે માં અંબાનો ચાચરચોક ખેલૈયાઓ  વગર સુમસાન રહેશે.

Sep 27, 2020, 05:59 PM IST

નવરાત્રીનું આ વર્ષે આયોજન થશે કે કેમ? ભાજપના પ્રદેશ પ્રમુખે આડકતરી રીતે કર્યો ઇશારો

રાજ્યમાં આ વર્ષે નવરાત્રી (Navratri 2020) આયોજન અંગે સરકારનું (Government of Gujarat) કોઇ જ સ્પષ્ટ વલણ નથી. તેવામાં કોરોનાને પરાજીત કરીને બહાર આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મહત્વની વાત કરી હતી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમને નવરાત્રી અંગે પુછવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્યાન આપી રહ્યા છે. કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે.

Sep 21, 2020, 11:54 PM IST

CEPT યુનિવર્સીટીમાં નવરાત્રી દરમિયાન ગરબામાં ધમાલ મચાવનાર ત્રણની ધરપકડ

CEPT  યુનિવર્સીટીમાં નવરાત્રી દરમ્યાન ધમાલ મચાવનાર સાણંદના રેહવાસી 3 આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસએ ધરપકડ કરી છે. CEPT યુનિવર્સીટીમાં ગરબા પત્યા બાદ સિક્યુરિટી ગાર્ડએ  બહાર નીકળવાનું કેહતા 3 જેટલા શખ્સોએ CEPTમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. 
 

Oct 11, 2019, 11:07 PM IST

અમદાવાદ: વ્હીલ ચેર સાથે 400 વિકલાંગોએ નવરાત્રીમાં કર્યા રાસ ગરબા

નવરાત્રિને લઈને શહેરમાં વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા આ અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર પાસે આવેલ સકમબા પાર્ટી પ્લોટમાં વિકલાંગોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Oct 7, 2019, 10:38 PM IST

વારસો સાચવી રાખવા આ સમાજના લોકો કોરોડોનું સોનું પહેરી કરે છે ‘મણિયારો રાસ’

શેરી ગરબીઓે અને અમુક ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રીના તહેવારમાં પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા સાંભળા મળે છે.ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે.અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મહેરના પારપંરીક પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિ કેટલી મહાન છે તેનો ખ્યાલ આવે છે.

Oct 7, 2019, 04:29 PM IST
She team hold romeos at Ahmedabad PT2M8S

પોલીસ ટીમે ઝડપ્યા 9 રોમિયો!

નવરાત્રિમાં છોકરીઓની છેડતી કરતા રોમિયોઓની ધરપકડ કરવામાં આવી છે. નવરાત્રિના આઠમા નોરતે પોલીસની શી ટીમે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી 9 રોમિયોની ધરપકડ કરી છે.

Oct 7, 2019, 12:30 PM IST

અનોખી પરંપરા: આ ગામમાં યુવાનો ચણિયાચોળી પહેરી કરે છે ગરબા

પાલનપુર વિસ્તારમાં એક અનોખું ગામ છે, જ્યાં પુરુષો ચણિયાચોળી પહેરી દિવસે ગરબે ઘૂમે છે અને શરીર પર કોરડા જીલે છે. પરંપરા મુજબ અહીં પુરુષો મહિલાઓ બની માતાજીને રીજવે છે. આ અનોખી પરંપરાને જોવા લોકોનો મેળાવડો ઉમટે છે.
 

Oct 6, 2019, 05:07 PM IST
Navratri special raas at Rajpipla PT2M2S

રાજપીપળા ખાતે બાળકો માટે અનોખી નવરાત્રી

રાજપીપળા ખાતે બાળકો માટે અનોખી નવરાત્રી

Oct 6, 2019, 01:40 PM IST
Navratri special raas at Porbandar PT2M7S

પોરબંદરના અનોખા ગરબા, સ્ત્રીઓને નથી મળતી એન્ટ્રી

પોરબંદરની વાત કરીએ તો છેલ્લા 93 વર્ષથી પ્રાચીન સંસ્કૃતિની જ્યોત જલતી રાખતી દીવેચા કોળી સમાજની ભદ્રકાલી માતાજીના મંદિરે વિશિષ્ટ ગરબીનું આયોજન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માઈકના પ્રદૂષણથી મુક્ત ગરબાઓની રમઝમાટ બોલાવવામાં આવી રહી છે. આદ્યશક્તિના પર્વે ભદ્રકાલી માતાજીની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઈ છે.

Oct 6, 2019, 01:35 PM IST