Corona guideline News

પહેલા લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું, અને હવે સોરી કહીને કહ્યું, અમે રિસેપ્શન રદ કર્યું
આગામી 15 તારીખ બાદ કમુરતા ઉતરતાની સાથે જ સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નોના આયોજનો થઇ રહ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ વધતા લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. નવી ગાઈડલાઈન (corona guideline) થી પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. 400 ના બદલે 150 લોકોની મર્યાદામાં લગ્ન (wedding) યોજવા નિયમ આવ્યો છે. ત્યારે હવે કેવી રીતે લગ્ન કરવા તે મોટી મૂંઝવણ છે. લોકો મહેમાનોનું લિસ્ટ ઓછુ કરવાના કામે લાગી ગયા છે. કયા મહેમાનોને બોલાવવા અને કોને ના પાડવી તે દ્વિઘામા છે. ત્યારે અમદાવાદના એક પરિવારે   મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને પ્રસંગ મોકૂફ રાખ્યો હોવાનું કહી સોરી કહેવું પડ્યું છે. સાથે જ મોંઘાદાટ લગ્નના તમામ પ્રસંગો પણ કેન્સલ કર્યાં.
Jan 13,2022, 14:29 PM IST
ક્યારે સુધરશે ગુજરાતના નેતા? કોરોનાના કહેર વચ્ચે નેતાએ લોકોને મેરેથોનમાં દોડાવ્યા
Jan 9,2022, 14:44 PM IST
ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિ માટે મૂકાયા નિયમો, સરકારે કરી આ જાહેરાત
કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ (Navratri) ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે ગરબા મહત્વનો તહેવાર છે. આ નિર્ણય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે, જેથી કોરોનાની ત્રીજી લહેર સામે ચેતીને રહી શકાય. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબા (garba) માં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે. પરંતુ તે માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહિ થાય. વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. જેમાં ચોકમાં અને વૃક્ષની આસપાસ ગોળ ફરતે ગરબા રમી શકાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. 
Oct 6,2021, 15:09 PM IST
જો ગુજરાતીઓ આ રીતે ઉત્સવ ઉજવશે તો ત્રીજી લહેર જલ્દી આવશે, વડોદરામાં ધાર્મિક કાર્યક્ર
કોરોનાની સંભવિત લહેર (third wave) વચ્ચે સરકાર દ્વારા કોવિડ-19નું પાલન કરવાની શરતે વિવિધ ધાર્મિક મહોત્સવમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ, ધાર્મિક ઉત્સવો ઉજવી રહેલા લોકો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ આમંત્રણ આપશે તેવી સ્થિતી સર્જાઇ રહી છે. વાલ્મીકી સમાજ દ્વારા ઉજવાતા છડી મહોત્સવમાં પોલીસની હાજરીમાં કોવિડ-19નું પાલન થયું ન હતું. એક છડી દીઠ 40 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, છડીના આયોજકો દ્વારા નિયમ (covid guideline) નું પાલન કરવામાં આવ્યું ન હતું. ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા ખાતે મોડી રાત્રે પૂજા-વિધી માટે લાવવામાં આવેલી છડીમાં હજારોની સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા.
Sep 1,2021, 11:25 AM IST

Trending news