હવે વિદેશોમાં નહીં, પણ ગુજરાતમાં યોજાયેલા લોક ડાયરામાં ગુજ્જુએ કર્યો ડોલરનો વરસાદ, ના માનતા હોય તો જોઈ લો VIDEO
રાજકોટ પાસે સુરેન્દ્રનગરના ખાટડી ગામે યોજાયેલા એક લોક ડાયરામાં 100 ડોલરની નોટોનો વરસાદ થયો છે. જાણવા મળી રહ્યું છે કે, સુરેન્દ્રનગર પાસે આવેલ ખાટડી ગામે શક્તિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 100 ડોલરની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયા, ડોલરનો વરસાદ થાય તે હવે સામાન્ય વાત બની ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ લોક ડાયરા અને ભજન કાર્યક્રમ કરવા તે આપણી જૂની પરંપરા છે. આમ પણ લોક ડાયરાઓમાં ગુજરાતી કલાકારો લોક ગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. માટે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોકડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક એવા લોકડાયરાઓનું આયોજન થયું જ્યાં ડોલરનો વરસાદ થયો.
રાજકોટ પાસે સુરેન્દ્રનગરના ખાટડી ગામે યોજાયેલા એક લોક ડાયરામાં 100 ડોલરની નોટોનો વરસાદ થયો છે. જાણવા મળી રહ્યું છે કે, સુરેન્દ્રનગર પાસે આવેલ ખાટડી ગામે શક્તિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 100 ડોલરની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં ખાટડી ગામના સરપંચ પિન્ટુ ખાટડી દ્વારા લોકડાયરામાં લોકગાયક બ્રિજરાજદાન ગઢવી પર 100 ડોલરની નોટો ઉડાવતા વીડિયો વાઇરલ થયો છે.
રાજકોટમાં યોજાયેલા લોક ડાયરામાં થયો ડોલરનો વરસાદ; જુઓ વીડિયો #Rajkot #Gujarat #ZEE24Kalak pic.twitter.com/oWdw2kSEPD
— Zee 24 Kalak (@Zee24Kalak) April 22, 2022
આ વીડિયો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોઇ શકશો કે, ડાયરાના કલાકાર પર ડોલરની નોટો ઉડાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ડાયરામાં ડોલર અને રૂપિયાનો વરસાદ થતા ડાયરો ચર્ચામાં આવ્યો છે. ત્યારે હાલમાં જાણવા મળ્યું છે કે, સરપંચ અને સંતો પાસે ડોલર ક્યાથી આવ્યા તે એક સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે