આજથી ત્રણ દિવસ દ્વારકા જગત મંદિર અને જલારામ મંદિર બંધ

આજથી ત્રણ દિવસ દ્વારકા જગત મંદિર અને જલારામ મંદિર બંધ
  • હોળી પર હજારોની સંખ્યામાં જે મંદિર પરિસરમાં યાત્રિકો ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે, તે જ મંદિર પરિસર અને પટાંગણ આજે સૂમસામ ભાળી રહ્યું છે
  • આ 3 દિવસ દરમિયાન જલારામ મંદિર દ્વારા ચાલાવામાં આવતું સદાવ્રત પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો

નરેશ ભાલિયા/દિનેશ વિઠ્ઠલાણી/બ્યૂરો :ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ભીડભાડ વધારતી જગ્યાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ આગામી હોળી-ધૂળેટીના તહેવારને લઈને પણ પ્રતિબંધ મૂકાયા છે. ત્યારે ગુજરાતના બે મોટા મંદિરો આગામી ત્રણ દિવસ બંધ રહેવાના છે. આજથી ત્રણ દિવસ જગત મંદિર દ્વારકા અને જલારામ મંદિર બંધ રહેવાનું છે. જેથી તહેવારો પર દર્શને જવા માંગતા લોકો આ બાબતનું ખાસ ધ્યાન રાખે. 

આ પણ વાંચો : 9 Photos માં સ્ટેપ બાય સ્ટેપ જુઓ, કેવી રીતે અચાનક હુમલાથી 6 માસની બાળકી નીચે પટકાઈ

આજથી ત્રણ દિવર દ્વારકા મંદિર બંધ 
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજથી ત્રણ દિવસ માટે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. હોળી અને ફુલડોલ ઉત્સવ પર દર વર્ષે હજારો યાત્રિકો પદયાત્રીઓ દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે ભક્તો દર્શન કરવા મંદિરમાં અંદર પ્રવેશ નહિ કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી પર હજારોની સંખ્યામાં જે મંદિર પરિસરમાં યાત્રિકો ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે, તે જ મંદિર પરિસર અને પટાંગણ આજે સૂમસામ ભાળી રહ્યું છે. દ્વારકાના જગત મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવાયા છે. જોકે દ્વારકાધીશ મંદિરમાં શિખર પર ચડાવવામાં આવતા ધ્વજા માટે 10 લોકોને પરમિશન અપાઈ છે અને ભક્તો ઓનલાઈન દર્શન કરી શકે તે રીતે પણ ખાસ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : જશ ખાંટવાના ચક્કરમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા ભેખડે ભેરવાયા 

જલારામ મંદિર બંધ, સદાવ્રત પણ બંધ 
તો બીજી તરફ, કોરોનાના સંક્રમણને લઈને હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને વિશ્વ વિખ્યાત જલારામ મંદિરને આવતા 3 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા લેવામાં આવ્યો છે. આ 3 દિવસ દરમિયાન જલારામ મંદિર દ્વારા ચાલાવામાં આવતું સદાવ્રત પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સદાવ્રત અને અન્નક્ષેત્ર માત્ર સાધુ સંતો માટે જ ચાલુ રહેશે. ગુજરાતમાં જ્યારે કોરોનાના કેસ સતત વધી રહ્યા ત્યારે હોળી અને ધુળેટીના તહેવારમાં વીરપુરમાં કોઈ ભીડ એકઠી ના થાય તેના માટે અને કોરોના વધુ ના ફેલાય તેના મટે પગલાં લેવામાં આવ્યા છે. વીરપુર જલારામ મંદિર તારીખ 27 થી 29 તારીખ સુધી બંધ રહેશે અને આ દિવસ દરમિયાન મંદિરના તમામ જાતના દર્શન પણ બંધ રાખવા આવ્યા છે. સાથે જ જલારામ ભક્તોને આ 3 દિવસ દરમિયાન જલારામ બાપાની ભક્તિ ઘરે રહીને કરવા વિનંતી કરવામાં આવી છે. જલારામ મંદિર ફરી આવતી 30 તારીખથી રાબેતા મુજબ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news