આ વખતે આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગુજરાતમાં કમળનું ફૂલ ઉગવા નહીં દેઃ ભગવંત માન

Bhagwant Mann Gujarat Visit: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ‘ભારત માતા કી જય’ ના નારા સાથે પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં બધે આંધી જેવું વાતાવરણ જોવા મળે છે, આ આમ આદમી પાર્ટીના ઝાડૂની આંધી છે.

આ વખતે આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગુજરાતમાં કમળનું ફૂલ ઉગવા નહીં દેઃ ભગવંત માન

Bhagwant Mann Gujarat Visit: ચૂંટણીના વર્ષમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન વડોદરા પહોંચ્યા છે. વડોદરામાં તેઓ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.  જ્યાં પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યું હતું કે, આ વખતે આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગુજરાતમાં કમળનું ફૂલ ઉગવા નહીં દે. પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો પણ હવે એક વિકલ્પ છે. આગામી 50 દિવસની જવાબદારી ગુજરાતની જનતાએ ઉઠાવવી પડશે અને તે પછી 5 વર્ષની જવાબદારી અમારી રહેશે.

આ વખતે આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગુજરાતમાં કમળનું ફૂલ ઉગવા નહીં દેઃ ભગવંત માન
આમ આદમી પાર્ટી દ્વારા વડોદરામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, હવે ગુજરાત પરિવર્તન ઈચ્છે છે, ગુજરાત પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને ચાહે છે તે દર્શાવવા, આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે હજારોની ભીડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વડોદરાના ઘણા બધા સ્થાનિક લોકો પણ ભારે વરસાદમાં તિરંગાયાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી, આ સંદેશ સાથે હજારો લોકોએ આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાને વડોદરામાં સફળ બનાવી.

આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગુજરાતમાં કમળનું ફૂલ ઉગવા નહીં દેઃ ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ‘ભારત માતા કી જય’ ના નારા સાથે પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં બધે આંધી જેવું વાતાવરણ જોવા મળે છે, આ આમ આદમી પાર્ટીના ઝાડૂની આંધી છે. અત્યારે અમે દાહોદથી આવ્યા છીએ અને ગયા અઠવાડિયે અમે ખેડબ્રહ્મા ગયા હતા, સુરેન્દ્રનગર ગયા હતા અને ગાંધીધામ ગયા હતા. દરેક જગ્યાએ લોકો કહી રહ્યા છે કે 27 વર્ષ થઈ ગયા, હવે આ લોકોથી અમારો પીછો છોડાવો. હું કહેવા માંગુ છું કે તેમનાથી પીછો અમે નહીં છોડાવી શકીએ, તમારે જાતે આ લોકોથી પીછો છોડાવવો પડશે. અમારો કોઈ ઔકાત નથી અને આ લોકો અમારાથી ડરતા નથી. આ લોકો આ વરસાદમાં ઉભેલા હજારો લોકોની એકતાથી ડરે છે. આ લોકોને ખબર પડી ગઈ છે કે તેમનું કામ થઈ ગયું છે, આ વખતે ગુજરાતમાં કમળનું ફૂલ નહીં ઉગે કારણ કે આમ આદમી પાર્ટીનું ઝાડૂ કીચડમાં સાફઇ કરશે અને કમળને ઉગવા નહીં દે.

પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો પણ હવે એક વિકલ્પ છે: ભગવંત માન
અમને પંજાબમાં 117માંથી 92 બેઠકો મળી છે અને 92માંથી 82 ધારાસભ્ય એવા છે જેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. આમાં 26 વર્ષની છોકરી અને 28 વર્ષનો છોકરો એવા યુવાનો છે. અમે સામાન્ય લોકોના દીકરા-દીકરીઓને નોકરી પણ આપીએ છીએ અને ધારાસભ્યો પણ સામાન્ય લોકોના દીકરા-દીકરીઓને બનાવીએ છીએ. ગુજરાતમાં 27 વર્ષ થયા છે, આ લોકોએ તમારી ધીરજની ઘણી પરીક્ષા કરી છે, તો આ વખતે તેમની સરકાર બદલો. પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો પણ હવે વિકલ્પ છે. કોંગ્રેસની શું વાત કરવી કારણ કે કોંગ્રેસ અત્યારે કોમામાં જતી રહી છે. અને આ બધા મળેલા છે. 

અમે પંજાબમાં લગભગ 20000 યુવાનોને કાયમી નોકરી આપી છે. આ બધી સરકારી નોકરી છે, કોઈ આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટ જોબ નથી. ગઈકાલે જ મેં 8736 કાચા શિક્ષકોને કાયમી કરવાનો ઓર્ડર આપ્યો છે. પંજાબમાં 14-15-16 ઓક્ટોબરના રોજ પોલીસ ભરતીનું પેપર છે. પંજાબમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરના પેપર છે પણ ત્યાં પેપર લીક કરવાની કોઈ હિંમત નહીં કરે અને દિલ્હીમાં કોઇ પેપર લીક થતા નથી. બીજી તરફ ગુજરાતમાં એવું કોઈ પેપર નથી જે લીક ના થયું હોય. સરકારી પરીક્ષાઓ માટે યુવાનો ખૂબ મહેનત કરે છે પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે. ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશે.

આગામી 50 દિવસની જવાબદારી ગુજરાતની જનતાએ ઉઠાવવી પડશે અને તે પછી 5 વર્ષની જવાબદારી અમારી રહેશેઃ ભગવંત માન
હું ગુજરાતની જનતાને અપીલ કરવા આવ્યો છું કે આગામી 5 વર્ષ માટે તમને એક જ તક મળશે. તો મતદાનના દિવસના 9 કલાકનો સદુપયોગ કરશો તો તમારી આવનારી પેઢીઓ સારું જીવન જીવી શકશે. આગામી 50 દિવસની જવાબદારી ગુજરાતની જનતાએ ઉઠાવવી પડશે અને તે પછી 5 વર્ષની જવાબદારી અમારી રહેશે. જેઓ અમારા પોસ્ટરો ફાડે છે, હું તે બધાને કહેવા માંગુ છું કે, “હુકુમત વહ કરતે હૈ જિનકા દિલો પર રાજ હોતા હૈ યું તો કહને કે લિએ મુર્ગે કે સર પર ભી તાજ હોતા હૈ”.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news