ગુજરાતમાં કોરોના સંક્રમણ: રાજ્યનો સરેરાશ 500નો આંકડો યથાવત્ત, 442 સાજા થઇને ઘરે ગયા

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા પાંચ દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે 511 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 442 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,88,565 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં અમદાવાદનાં જ 22 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 4, અરવલ્લી, મહેસાણા અને પંચમહાલનાં 1-1 દર્દીના મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1478 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ: રાજ્યનો સરેરાશ 500નો આંકડો યથાવત્ત, 442 સાજા થઇને ઘરે ગયા

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા પાંચ દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે 511 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 442 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,88,565 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં અમદાવાદનાં જ 22 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 4, અરવલ્લી, મહેસાણા અને પંચમહાલનાં 1-1 દર્દીના મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1478 પર પહોંચ્યો છે.

રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં આજે 2,14,885 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,08,666 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 6219 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0ને કારણે રાજ્યમાં પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યું છે.

જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતીની વાત કરીએ તો કુલ 5779 કેસ એક્ટિવ છે, જે પૈકી 5713 સ્ટેબલ છે. જ્યારે 66 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 16333 દર્દીઓને ડિસ્ચાર્જ મળી ચુક્યું છે. 1478 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 પછીના ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની જિલ્લા વાર વિગત અનુસાર માત્ર અમદાવાદમાં જ 334 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 76, વડોદરામાં 42, સુરેન્દ્રનગરમાં 9, ગાંધીનગરમાં 8, અરવલ્લીમાં 6, ભરૂચમાં 6, ભાવનગરમાં 3, મહીસાગરમાં 3, આણંદમાં 3, અમરેલીમાં 3, મહેસાણામાં 2, સાબરકાંઠામાં 2, પાટણમાં 2, ખેડામાં 2, બનાસકાંઠામાં 1, રાજકોટમાં 1, પંચમહાલમાં 1, બોટાદમાં 1, નર્મદામાં 1 અને અન્ય રાજ્યનાં 5 થઇને કુલ 511 દર્દીઓ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news