ઇકોફ્રેન્ડલી ગણેશજીનું ચલણ વધ્યુ, 45876 દિવાસળીમાંથી બનાવ્યા ગણપતિ
સુરતના રાંદેર રોડ પર આવેલા એસ.પી ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણી તથા તાપી બચાવો અભિયાન અંતર્ગત દિવાસળી માથી ઇકો ફેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામા આવી છે.
Trending Photos
ચેતન પટેલ/ સુરત: તાપી બચાવો અને પર્યાવરણની જાળવણી કરવા માટે સુરતના એસ.પી. ગ્રુપ દ્વારા દિવાસળી માથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી તૈયાર કરવામા આવ્યા છે. આ મૂર્તિ બનાવવામા 45876 જેટલી દિવાસળીનો ઉપયોગ કરવામા આવ્યો છે.
સુરતમાં આમ તો 54 હજાર જેટલી ગણેશજીની નાની-મોટી મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામા આવી છે અને તેમા પણ વિવિધ પંડાળો દ્વારા વિવિધ થીમ પણ ગણેશજીને બીરાજમાન કરાયા છે. ત્યારે સુરતના રાંદેર રોડ પર આવેલા એસ.પી ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણી તથા તાપી બચાવો અભિયાન અંતર્ગત દિવાસળી માથી ઇકો ફેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામા આવી છે.
આ ગણેશજીની મૂર્તિ ગ્રુપના સભ્યો દ્વારા અઢી મહિનામા તૈયાર કરવામા આવી છે. આ મૂર્તિમા 45876 જેટલી દિવાસળીની સળી ઉપયોગમા લેવામા આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે યુવાવર્ગ નોકરી પરથી આવ્યા બાદ પોતાનો સમય આ મૂર્તિ બનાવવા પાછળ આપતા હતા.
દિવાસળીમાથી બનાવેલા આ ગણેશજીને તાપી નદીમા કે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાના બદલે આ મૂર્તિને લગ્ન પ્રસંગ હોય કે પછી અન્ય તહેવારમા શુશોભન માટે મુકવા ભેટમા આપી દેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે