Loksabha Election 2024: ચૂંટણી બહિષ્કાર! જો કામ નહીં તો વોટ નહીં, પહેલા કામ કરો પછી જ વોટ મળશે

Loksabha Election 2024: આણંદ શહેરમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગતા ચૂંટણી કમિશન દોડતું થઈ ગયું છે. પોતાની પડતર માંગણીઓનું સમાધાન નહીં થાય તો વોટ નહીં આપવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે શું છે સ્થાનિકોની માગ?

Loksabha Election 2024: ચૂંટણી બહિષ્કાર! જો કામ નહીં તો વોટ નહીં, પહેલા કામ કરો પછી જ વોટ મળશે

Loksabha Election 2024: ચૂંટણી આવી છે તો રાજનેતાઓ પ્રજા વચ્ચે પહોંચી ગયા છે. તો પ્રજા પણ પોતાના કામ કઢાવવા માટે રાજનેતાઓ અને તંત્રને ચીમકીઓ આપવા લાગી છે. કારણ કે આમ પણ નેતાઓ જીતી ગયા પછી પાંચ વર્ષ પછી જ દેખાય છે. ત્યારે આણંદ શહેરમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગતા ચૂંટણી કમિશન દોડતું થઈ ગયું છે. પોતાની પડતર માંગણીઓનું સમાધાન નહીં થાય તો વોટ નહીં આપવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે શું છે સ્થાનિકોની માગ?

  • કેમ લાગ્યા ચૂંટણી બહિષ્કારના બોર્ડ?
  • વઘાસી માર્ગ પર લાગ્યા ચૂંટણી બહિષ્કારના બોર્ડ 
  • રેલવે ફાટક પર ઓવરબ્રિજનું થઈ રહ્યું છે નિર્માણ
  • બ્રિજની લંબાઈ-પહોળાઈ ઘટાડવા માટે માગ
  • બ્રિજને કારણે ઘર-મંદિર જાય છે કપાતમાં
  • જો માગ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર

અમદાવાદમાં વર્ચસ્વની લડાઈમાં ગેંગવોરની આશંકા! આ વિસ્તારમાં 10 લોકોએ કરી તોડફોડ

ચૂંટણી આવી છે તો અનેક જગ્યાએ તમને આવા બોર્ડ જોવા મળી જશે. કારણ કે ચૂંટણી પતી ગયા પછી જનતાનું કોઈ સાંભળતું નથી. ત્યારે જનતાને જે મત આપવાનું જે હથિયાર મળ્યું છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે જનતા સારી રીતે જાણે છે. તેથી જ પોતાનું કામ કઢાવવા માટે જનતાએ આવા બોર્ડ લગાવી તંત્રને દોડતું કરી દીધું છે. ચૂંટણી બહિષ્કારના આ બોર્ડ આણંદને વઘાસીથી જોડતા માર્ગ પર રેલવે ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ બ્રિજની લંબાઈ અને પહોળાઈ વધારે હોવાથી અનેક મકાનો તથા નજીકમાં આવેલું કૈલાસનાથ મહાદેવનું મંદિર કપાતમાં જાઈ રહ્યું છે. તેના જ કારણે લોકોએ બ્રિજની લંબાઈ-પહોળાઈ ઓછી કરવા માગ કરી છે. જો પોતાની માગ ન સંતોષાય તો વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે. 

બ્રિજની લંબાઈ-પહોળાઈ ઘટાડવા માટે સ્થાનિકો અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તંત્રએ કોઈ ધ્યાન ન આપ્યું. તંત્રએ હકારાત્મક ઉકેલ લાવવા માટે કોઈ જ કામ ન કર્યું...તેથી જ સ્થાનિકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. ચૂંટણી બહિષ્કારની સાથે પોતાની ધાર્મિક લાગણી દૂભાઈ રહી હોવાના પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે. એવું પણ કહેવાયું છે કે મંદિર તુટશે તો ભક્તો ચૂંટણીમાં જવાબ આપશે તેવું લખાણ લખવામાં આવ્યું છે. 

આણંદની સાથે ગુજરાતના અન્ય કેટલાક જિલ્લામાં પણ આવા પોસ્ટર જોવા મળી રહ્યા છે. પ્રજાનું કામ ન થાય ત્યારે તેમની પાસે મતનું મોટું હથિયાર હોય છે. જો પ્રજા મતનો બહિષ્કાર કરે તો ચૂંટણી કમિશનની મોટી નિષ્ફળતા સાબિત થાય છે. ચૂંટણી જાહેર થાય ત્યારે ચૂંટણી પંચ જ સર્વેસર્વા થઈ જતું હોય છે. ત્યારે આ પ્રકારના બોર્ડને કારણે ચૂંટણી અધિકારીઓ દોડતા થઈ જાય છે. હવે જોવાનું રહેશે કે જનતાની આ માગ ક્યારેય સંતોષાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news