રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

રાજ્યની ગ્રામ પંચાયતો માટે આજે યોજાયેલુ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે.  ગ્રામ્ય મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.  ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ 214 ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ છે. એટલે કે સરપંચ સહિત તમામ વોર્ડના સભ્ય બિનહરિફ થયા છે. તો બીજી તરફ 1050 ગ્રામ પંચાયતો અંશતઃ સમરસ થઈ છે. આ ગ્રામ પંચાયતના 4195 વોર્ડ અને 102 સરપંચ પદ બિનહરિફ થયા છે. જો કે ચૂંટણી જાહેર થયેલી ગ્રામ પંચાયતના 1191 વોર્ડ અને 15 સરપંચો માટેની ચૂંટણી ફરી યોજવી પડે તેમ છે. કારણ કે આ વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું જ નથી. 

રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

અમદાવાદ: રાજ્યમાં આજે યોજાયેલી ગ્રામપંચાયતનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. તમામ જગ્યાઓ પર લોકોએ શાંતિપૂર્ણ મતદાન કર્યું હતું.  ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ 214 ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ છે. એટલે કે સરપંચ સહિત તમામ વોર્ડના સભ્ય બિનહરિફ થયા છે. તો બીજી તરફ 1050 ગ્રામ પંચાયતો અંશતઃ સમરસ થઈ છે. આ ગ્રામ પંચાયતના 4195 વોર્ડ અને 102 સરપંચ પદ બિનહરિફ થયા છે. જો કે ચૂંટણી જાહેર થયેલી ગ્રામ પંચાયતના 1191 વોર્ડ અને 15 સરપંચો માટેની ચૂંટણી ફરી યોજવી પડે તેમ છે. કારણ કે આ વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું જ નથી. 

જેથી આજે 6049 વોર્ડ અને 1129 સરપંચ માટે ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીમાં 1800 ઈવીએમનો ઉપયોગ થયો છે, અને 10 ટકા ઈવીએમ અનામત રખાયા છે. રવિવારે 4 ફેબ્રુઆરીએ 6049 વોર્ડ અને1129 સરપંચ માટે સવારના 8 થી સાંજ ના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. વોર્ડ માટે 22040 અને સરપંચપદ માટે 5928 ઉમેદવારો વચ્ચે ટક્કર રહેશે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે સ્થાનિક પ્રશાસને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ગ્રામપંચાયતોની આ ચૂંટણી કોઈપણ રાજકીય ચિન્હ ઉપર લડાતી નથી.

ગ્રામપંચાયતોની ચૂંટણીના આ તબક્કા બાદ આગામી 17 ફેબ્રુઆરીએ રાજ્યની 75 નગરપાલિકા માટે ચૂંટણી જંગ યોજાશે. આ ચૂંટણી જંગ ભાજપ કોંગ્રેસ બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો રહેશે.

સરપંચનો સંગ્રામ
1423 ગ્રામપંચાયતોની છે ચૂંટણી
214 ગ્રામપંચાયત સંપૂર્ણ સમરસ
1050 ગ્રામપંચાયત અંશત: સમરસ
1129 સરપંચ પદ 5928 ઉમેદવારો વચ્ચે ટક્કર
6049 વોર્ડ માટે 22,040 ઉમેદવારો વચ્ચે ટક્કર
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1800 EVMનો ઉપયોગ
10 ટકા EVM અનામત રખાશે

ગ્રામ પંચાયતની ચૂંટણી
1425 ગ્રામ પંચાયત પૈકી 214 સમરસ થઈ
22036 સભ્યોએ ફોર્મ ભર્યું
સરપંચ માટે 5928 ફોર્મ ભરાયા
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1800 EVMનો ઉપયોગ
10 ટકા EVM અનામત રખાશે

અપડેટ: 

મહેસાણાઃ EVMમાં નિશાન બદલાતા મતદાન ખોરવાયું
જોટાણાના તેજપુરામાં મતદાન અટક્યું
વોર્ડ નં.6ના EVMમાં નિશાન બદલાતા મતદાન અટક્યું
બીજા નંબરના ઉમેદાવાર ઝાલા રામભાનું નિશાન બદલાયું
કુકરની જગ્યાએ ડોલનું નિશાન છપાયું
ચૂંટણી અધિકારીએ EVM અને બેલેટ પેપર બદલાવ્યા

મહેસાણા: ઇવીએમ મા નિશાન બદલાતા મતદાન ખોરવાયું
જોટાણા ના તેજપુરામા મતદાન અટક્યું
વૉર્ડ નંબર 6 ના ઇવીએમમા નિશાન બદલાતા મતદાન અટક્યું
બીજા નંબરના ઉમેદવાર ઝાલા રામભા મેતુભાનું નિશાન બદલાઈ ગયું 
કુકરની જગ્યાએ ડોલનું નિશાન છપાયું 
ચૂંટણી અધિકારીએ સ્થળ પર પહોંચી ઇ વી એમ અને બેલેટ પેપર બદલવાની તજવીજ હાથ ધરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 48 ગ્રામપંચાયતોમાં ચૂંટણી

ભાણવડમાં 11 ગામોમાં મતદાન
દ્વારકામાં 13 ગામોમાં મતદાન
જામકલ્યાણપુરમાં 21 ગામોમાં મતદાન
જામખંભાળીયામાં 3 ગામોમાં મતદાન
દ્વારકા જિલ્લાની 4 તાલુકાઓની 48 ગ્રામપંચાયત માટે 62408 મતદારો 
પ્રથમ બે કલાકમાં સરેરાશ 22%મતદાન

ભુજ:નખત્રાણાના વીથોણ ગામે ગ્રામપંચાયત માટે મતદાન
વીથોણમાં 10 વાગ્યા સુધીમાં અંદાજે 20 ટકા મતદાન
ભુજ તાલુકાનું સૌથી મોટું ગામ છે વીથોણ
પાટીદાર વસ્તીવાળા વીથોણમાં 4265 મતદારો

મોરબી જિલ્લાની 8 ગ્રામપંચાયતની ચૂંટણી

2 ગ્રામપંચાયત બિનહરીફ થઇ
4 ગ્રામપંચાયત સમરસ થઇ
વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ
ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો

ખેડા જિલ્લાની 9 ગ્રામપંચાયતોમાં ચૂંટણી

વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ
કપડવંજના બારીયા મુવાડાની ગ્રામપંચાયત સમરસ
9 ગ્રામપંચાયતમાં 89 ઉમેદવારો મેદાનમાં

દાહોદ જિલ્લામાં સરપંચ માટે શાંતિપૂર્ણ મતદાન

જિલ્લામાં 40 ગ્રામપંચાયત માટે મતદાન
મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

પંચમહાલ જિલ્લાની 31 ગ્રામપંચાયતોમાં ચૂંટણી

સવારથી જ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ 
હાલોલ અને ગોધરા ગ્રામપંચાયત સમરસ જાહેર
જિલ્લાની 33માંથી 31 ગ્રામપંચાયતોમાં મતદાન 

ભાવનગર જિલ્લામાં 80 ગ્રામપંચાયતો માટે મતદાન

જિલ્લામાં કુલ 216 મતદાન મથકો પર મતદાન
મતદાનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
કુલ 129માંથી 43 પંચાયતો સમરસ જાહેર થઈ છે

સાબરકાંઠામાં 66 ગ્રામપંચાયત માટે મતદાન

વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ
તલોદના નાનાચેખલામાં EVM ખોટકાયુ
વોર્ડ-2માં EVM ખોટકાતા મતદાન મોડુ શરૂ થયુ

અરવલ્લીમાં 62 ગ્રામપંચાયત માટે મતદાન

703 વૉર્ડના 308 સરપંચ ઉમેદવાર મેદાનમાં
ચૂંટણીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
800 પોલીસકર્મી અને 1200 કર્મચારી ખડેપગે
અરવલ્લી જિલ્લામાં 1.70 લાખ મતદારો

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું

17 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું 
45 બૂથ મથકો મા શરૂ થયું મતદાન 
મતદારો ની બૂથ મથકો લાંબી કતાર 
મતદાન કરવા ઉમટ્યા ગ્રામજનો

વડોદરા: ગ્રામપંચાયત ચૂટણી વિગત

વડોદરા જીલ્લાની 190 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ હતી
12 ગ્રામપંચાયત સમરસ થઈ
169  ગ્રામપંચાયતમાં યોજાશે ચૂંટણી
169 સરપંચોના પદ માટે 553 ઉમેદવારો મેદાનમાં
1022 સભ્ય પદો માટે 2524 ઉમેદવારો મેદાનમાં
સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે મતદાન

છોટાઉદેપુર

49 ગ્રામપંચાયતની ચૂંટણી
49 પૈકી 5 ગ્રામપંચાયત સમરસ
44 ગ્રામપંચાયત પર ચૂંટણી પ્રક્રીયા
મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતાર

વલસાડ: જિલ્લામાં આજે 10 ગ્રામ પંચાયતની ચૂંટણી

સરપંચની 10 બેઠકો માટે આજે મતદાન 
13 ગ્રામ પંચાયત પૈકી 3 ગ્રામ પંચાયત સમરસ બની
જિલ્લામા આજ રોજ આ પંચાયતો પર મતદાન યોજાશે
સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં અંદાજે 18 ટકા મતદાન 

બનાસકાંઠાની 6 ગ્રામપંચાયતની ચૂંટણીનું  મતદાન શરૂ

6 સરપંચ અને 11 વોર્ડની ચૂંટણી માટે 28 મતદાન મથકો ઉપર મતદાન
ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાતાઓમાં ઉત્સાહ
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંધોબસ્ત
જિલ્લાની 6 ગ્રામપંચાયતના 6 સરપંચ અને 11 વોર્ડના સભ્યોના ભાવી થશે ઇવીએમમાં કેદ

નવસારીઃ 33 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન શરૂ

નવસારીમાં 1, જલાલપોરમાં 2 અને ગણદેવીમાં 10
ચીખલીમાં 2 અને વાંસદામાં 18 પંચાયતનોની ચૂંટણી
64,833 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

રાજકોટ જિલ્લાની કુલ 19 ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ

જસદણના સાણથલી ખાતે 4 વોર્ડ અને સરપંચની ચૂંટણી યોજાઈ
સાણથલી ગામે કુલ 5200 મતદારો છે
ગામની મુખ્ય સમસ્યા રોડ, રસ્તા અને પાણીની છે.
નવા ઉમેદવાર ગામની સમસ્યા પુરી કરશે તેવી મતદાતાઓને આશા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news