ચૂંટણી અધિકારીએ કર્યો ખુલાસો: કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશન અંગે કોઈ ફરિયાદ મળી નથી
રાજ્યમાં આઠ બેઠકોની પેટા ચૂંટણી સંદર્ભે આવતીકાલે મતદાનની તૈયારીઓના ભાગરૂપે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં આઠ બેઠકોની પેટા ચૂંટણી સંદર્ભે આવતીકાલે મતદાનની તૈયારીઓના ભાગરૂપે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. 1807 મતદાન કેન્દ્રો પર મતદાન કરવામાં આવશે. 900 જેટલા સ્થળો પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
અત્યાર સુધી દારૂ એક કરોડથી વધુનો પકડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 25 લાખ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 11 ફરિયાદ મળી છે તમામ નિકાલ કરવામાં આવી છે. 50,000 પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. અઢી કરોડ રૂપિયા અલગથી કોરોનાને કારણે ફાળવવામાં આવ્યા છે. કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશન અંગે હજુ સુધી ચૂંટણી પંચને કોઈ ફરિયાદ મળી નથી.
આજે સવારે એક ફરિયાદ મળી છે તે ફરિયાદની તપાસ ચાલુ છે. આજે ડિસ્પેચની કામગીરી ચાલુ છે. 368 ડિસ્પેચ કેન્દ્રો દ્વારા ડિસ્પેચ કરવામાં આવી રહ્યું છે. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થર્મલ ઘન એન 95 માસ્ક 41 હજાર, સાદા માસ્ક 85 હજાર રાખવામાં આવ્યા છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3026 મતદાન કેન્દ્રનું સેનિટેશન કરવામાં આવશે.
3026 પોલીસ સ્ટેશન ઉપર પોલીસ સ્ટાફ સહિત તમામની તૈનાત નક્કી કરી દેવામાં આવશે. 22 હજાર જેટલા પોસ્ટરો અને બેનરો ખાનગી અને સરકારી મિલકત પરથી દૂર કરવામાં આવે છે. ગઢડામાં એક પીઆઈ સામે આજે સવારે ફરિયાદ આવી છે તેને ગૃહ વિભાગને મોકલી આપી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની આઠ બેઠકો માટે મંગળવારે મતદાન થશે. કુલ 18 લાખ 75 હજાર 32 મતદારો મતદાન કરશે. જેમાં પુરુષ મતદારો 9 લાખ 69 હજાર 834 અને મહિલા મતદારો 9 લાખ 5 હજાર 170 છે. 1807 મતદાન સ્થળોમાં 3024 મતદાન મથકોમાં મતદાન થશે. કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે. કુલ 81 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે