EXCLUSIVE: હાર્દિકને હાર્દિક પંડ્યા બનાવરનાર સમીર વ્યાસ વિશે તમને ભાગ્યે જ માહિતી હશે

ભારતીય ક્રિકેટ ટીમના ધરખમ ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આમ તો બરોડાના ક્રિકેટર તરીકેની ઓળખ ધરાવે છે. જો કેતેણે તેની સૌપ્રથમ ક્રિકેટ ટ્રેનિંગ સુરતમાં લીધી હતી, તે ભાગ્યે જ કોઈને ખબર હશે. આટલું જ નહી પરંતુ હાલમાં તેણે જાહેરમાં કહ્યું હતુ કે, મને એક અંકલે બેટ આપી ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કર્યો હતો. હાર્દિકને બેટ આપનાર તે અંકલ સમીર વ્યાસ પણ સુરતના જ છે.
EXCLUSIVE: હાર્દિકને હાર્દિક પંડ્યા બનાવરનાર સમીર વ્યાસ વિશે તમને ભાગ્યે જ માહિતી હશે

સુરત : ભારતીય ક્રિકેટ ટીમના ધરખમ ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આમ તો બરોડાના ક્રિકેટર તરીકેની ઓળખ ધરાવે છે. જો કેતેણે તેની સૌપ્રથમ ક્રિકેટ ટ્રેનિંગ સુરતમાં લીધી હતી, તે ભાગ્યે જ કોઈને ખબર હશે. આટલું જ નહી પરંતુ હાલમાં તેણે જાહેરમાં કહ્યું હતુ કે, મને એક અંકલે બેટ આપી ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કર્યો હતો. હાર્દિકને બેટ આપનાર તે અંકલ સમીર વ્યાસ પણ સુરતના જ છે.

૨૦૦૫ ની આસપાસ સુરતમાં રહેતા હિમાશું પંડ્યા તેમના બન્ને દિકરાઓને ક્રિકેટની તાલીમ આપવા માંગતા હતા. સૌથી પહેલાં તેમને ગોલંદાજના હાથ નીચે તાલીમ શરૂ કરી હતી પણ હિમાંશુભાઈ કોચ વધુ ધ્યાન આપે તેવો આગ્રહ કરતાં હતા. દરમિયાન તેમની ઓળખાણ સુરત મ્યુનિ.ના કર્મચારી સમીર વ્યાસ સાથે થઈ હતી. જૂની યાદ તાજી કરતા સમીર વ્યાસ કહે છે, સુરત પાલિકાનારાંદેરના ભાણકી સ્ટેડિયમમાં વર્ષોથી તેમના મિત્રો સાથે મળીને દોડ, ફુટબોલ અને ક્રિકેટનું કોચીંગ વેકેશન દરમ્યાન કરતાં હતા. આ કોચિંગ સેન્ટર કિરણ મોરે ઈન્સ્ટીટ્યુટ સાથે જોડાયેલું હતુ. તેથી હિમાશુંભાઈને કૃણાલને ક્રિકેટ કોચિંગમાં મોકલવા કહ્યું હતું. 

રાંદેરના ભાણકી સ્ટેડિયમ પર કોચીંગ ચાલતું ત્યારે કૃણાલ સિઝન બોલથી જ્યારે હાર્દિક ટેનિસ બોલથી પ્રેક્ટિસ કરતા હતા. બન્ને ભાઈઓ ટેલેન્ટ જોઈને અહીંથી તેમને કિરણ મોરે એકેડમી બરોડા મોકલવામાં આવ્યા હતા. જ્યાં થોડો સમય રહેતા ફરીથી તેઓ સુરત આવ્યા હતા. ૨૦૦૫ થી ૨૦૧૦ દરમિયાન દર શનિ-રવિ બન્ને ભાઈઓ ભાણકી સ્ટેડિયમ પર જ પ્રેક્ટિસ કરતાં હતા. વડોદરામાં તેમને પૂર્વ રણજી પ્લેયર નારણ સાથમે કોચિંગ આપ્યું હતું. અહીની કઠીન ટ્રેનીંગના કારણે બન્ને ભાઈઓ આજે ભારતીય ટીમ માટે આધારભૂત ખેલાડી બની રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news