મહિલા, સાધુ કે વૃદ્ધના વેશે લોકો પાસેથી દાગીના પડાવતી ટોળકીનો ક્રાઇમબ્રાંચે કર્યો પર્દાફાશ

અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી સોના ચાંદીના દાગીનાની ચોરી અને ઠગાઈ કરતી ઈરાની ગેંગના 2 શખ્સોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે. સ્ત્રી વેશ, સાધુ વેશ, વૃદ્ધનો વેશ એમ અલગ અલગ વેશ ધારણ કરીને લોકોને વાતોમાં ફસાવીને લોકો પાસેથી સોના ચાંદીના દાગીના પડાવતા હતા. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોનીની દુકાનમાં મહિલા અથવા વૃદ્ધનો વેશ ધારણ કરીને જતા હતા. દુકાનદારોને વાતોમાં ભોળવીને નજર ચૂકવીને ઘરેણાંની ચોરી કરતા હતા. 
મહિલા, સાધુ કે વૃદ્ધના વેશે લોકો પાસેથી દાગીના પડાવતી ટોળકીનો ક્રાઇમબ્રાંચે કર્યો પર્દાફાશ

મૌલિક ધામેચા/અમદાવાદ : અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી સોના ચાંદીના દાગીનાની ચોરી અને ઠગાઈ કરતી ઈરાની ગેંગના 2 શખ્સોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે. સ્ત્રી વેશ, સાધુ વેશ, વૃદ્ધનો વેશ એમ અલગ અલગ વેશ ધારણ કરીને લોકોને વાતોમાં ફસાવીને લોકો પાસેથી સોના ચાંદીના દાગીના પડાવતા હતા. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોનીની દુકાનમાં મહિલા અથવા વૃદ્ધનો વેશ ધારણ કરીને જતા હતા. દુકાનદારોને વાતોમાં ભોળવીને નજર ચૂકવીને ઘરેણાંની ચોરી કરતા હતા. 

મંદિરોમાં પૂજા કરવા આવેલા લોકોને સાધુ વેશ ધારણ કરીને ઘરેણાં પડાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે જાફર સૈયદ અને વસીમઅબ્બાસ સીરાજ નામના 2 શખ્સોની કરી ધરપકડ કરીને વટવા પોલીસને સોંપ્યા છે. સાથે રૂ. સાડા 6 લાખ સુધીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. બંને મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. આ પ્રકારની ઠગાઇ કરીને પરત ફરી જતા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકો સાથે ઠગાઈ કરતા હતા. અમદાવાદમાં સરખેજ ખાતે રહેતા હતા. જાફર સૈયદ સામે અગાઉ કોઈ ગુનો નથી પણ વસીમઅબ્બાસ સીરાજ ચોરીના ગુનાના અગાઉ મુંબઇમાં ધરપકડ થયેલ છે. પકડાયેલ આરોપીએ તાજેતરમાં ખોખરામાં વૃદ્ધ મહિલાને પોતાની જાળમાં ફસાવી સોનાના દાગીના ઉતરાવી લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news