હવે તો બસ કરો બાપલિયા! કેટલી છેતરપીંડીઓ કરશો? હવે સામે આવ્યું નકલી “નકલી ખાતર”

વિદ્યાનગર જીઆઈડીસીમાંથી એલસીબી પોલીસે ખેડુતોને વિતરણ માટેનો નિમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો ઝડપી પાડી ગોડાઉન સીઝ કરતા ચકચાર મચી જવા પામી છે.

હવે તો બસ કરો બાપલિયા! કેટલી છેતરપીંડીઓ કરશો? હવે સામે આવ્યું નકલી “નકલી ખાતર”

બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં વિદ્યાનગર GIDCમાંથી એલસીબી પોલીસે વિશ્વાસ ટુલ્સ ઈન્ડસ્ટ્રીજનાં ગોડાઉનમાં છાપો મારીને નીમ કોટેડ તથા ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેનું ટેકનિકલ ગ્રેડ યુરીયાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડી આ બનાવ અંગે વિશ્વાસ ટુલ્સ ઈન્ડસ્ટ્રીજના માલિક વિરૂદ્ધ આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

એક તરફ ખેડુતોને ખેતીનાં સમયે યુરીયા ખાતર મળતું નથી અને બીજી તરફ યુરીયા ખાતર કાળા બજારમાં પગ કરી જતું હોય છે. ત્યારે વિદ્યાનગર જીઆઈડીસીમાંથી એલસીબી પોલીસે ખેડુતોને વિતરણ માટેનો નિમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો ઝડપી પાડી ગોડાઉન સીઝ કરતા ચકચાર મચી જવા પામી છે.

આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ગત 5મી ઓકટોબરનાં રોજ મોડી સાંજે વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલા વિશ્વાસ ટુલ્સ ઈન્ડસ્ટ્રીજનાં ગોડાઉનમાં છાપો મારી તલાસી લેતા ગોડાઉનમાંથી નીમ કોટેડ યુરીયાનો શંકાસ્પદ જથ્થો મળી આવતા પોલીસે કૃષિ ઉપયોગ માટેનાં નીમ કોટેડ ખાતર અને ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેનું ટેકનીકલ ગ્રેડ યુરીયાની 116 બેગ ખાતર કબ્જે કરી ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું. તેમજ ખાતરનાં નમુનાઓ લઈને ગાંધીનગરની લેબોરેટરીમાં ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ આવતા પકડાયેલા ખાતરનો જથ્થો નિમ કોટેડ યુરીયા ખાતર એગ્રી કલ્ચર યુઝ માટેની 60 બેગ તેમજ ટેકનીકલ ગ્રેડ યુરીયા ઈન્ડસ્ટ્રીયલ યુઝ માટેની કુલ 25 બેગ ખાતર જેમાં કૃભકો ખાતર જે નિમ કોટેડ યુરીયા ખેડુતોને સબસિડી હેઠળ આપવામાં આવતો ખાતરનો જથ્થો હોવાનું ખુલ્યું હતું.

જિલ્લા ખેતીવાડી કચેરીનાં ખેતીવાડી અધિકારી પાર્થિક પટેલએ આ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વિપુલકુમાર દેવમુરારી રહે.ડીવાઈન પાર્ક, સેન્ટ ઝેવિયર્સ વિદ્યાલય ચાવડાપુરા આણંદ વિરૂદ્ધ આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ આ સબસીડીયુકત ખેડુતોને વિતરણ માટેનો યુરીયા ખાતરનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો અને કયો ડીલર આમા સંડોવાયેલો છે. તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર છે.

એલસીબી પોલીસે નિમકોટેડ યુરીયા તથા મેન્યુફેક્ચરીંગ અને માર્કેટ બાય દુષક ભારતી કો ઓપરેટીવ લીમીટેડ પીઓ કુભકોનગર હજીરા સુરત (ગુજરાત) ની બેગ નંગ 60 કુલ રૂપિયા 1,34,182.તેમજ ટેકનિકલ ગ્રેડ યુરીયા ફોર ઇન્ડસ્ટ્રીયલ પૂર્પઝ ઓનલી, મંથ ઓફ ઇમપોર્ટ જાન્યુ ફેબ્રુ 2022/માર્ચ 50 કિ.ગ્રા.બેગ નંગ 25 કિ.રૂા.50,000/- અને ટેકનિકલ ગ્રેડ યુરીયા ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રર્પઝ ઓનલી, મંથ ઓફ ઇમપોર્ટ જુલાઇ/ઓગષ્ટ/સપ્ટે-2023 નેટવેટ 50 કિ.ગ્રા બેગ નંગ 31 કિ.રૂ.62,000/- કુલ્લે કિ.રૂ.2,46,182નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news