Fake ghee News

દિવાળી પહેલા નકલી ઘીની રેલમછેલ, રાજકોટમાંથી પકડાયો 27 લાખનો નકલી ઘીનો જથ્થો
રાજોકટના ગોંડલમાં 12 હજાર 738 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાઈવે પર આવેલી માલધારી હોટ નજીક ખેતરમાં બનાવેલ ગોડાઉનમાંથી 27.43 લાખની કિંમતનો શંકાસ્પદ ઘી પોલીસે ઝડપી પાડ્યું છે. ખેતરમાં બનાવેલ ગોડાઉનમાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતા હરસુખ પરમાર નામના વ્યક્તિએ શગુન કાઉ ઘીના નામે શંકાસ્પદ ઘી બનાવી રાખ્યું હતું. હાલ તો પોલીસે શંકાસ્પદ ઘીના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. નમૂનાની તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ તહેવારો પહેલાં જ ભેળસેળિયા સક્રિય થયા છે. થોડા દિવસ પહેલાં પણ ગોંડલમાંથી શંકાસ્પદ ઘી (fake ghee) નો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ઘી ખાત પહેલાં ચેતવાની જરૂર છે.
Oct 23,2021, 8:42 AM IST

Trending news