Video: ચમત્કાર ફિલ્મના સીનની જેમ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ હવામાં ઉડીને પકડ્યો જબરદસ્ત કેચ!
David Warner stunning catch: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 24મી મેચ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી હતી.
Trending Photos
David Warner stunning catch: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ (Australia vs Netherlands) વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની (ICC Cricket World Cup 2023) 24મી મેચમાં ડેવિડ વોર્નરે ફરી એકવાર પોતાનો સર્વશ્રેષ્ઠ કેચ કર્યો. જેને બેસ્ટ ફિલ્ડિંગનું ઉદાહરણ બતાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેને બેટિંગ દરમિયાન શાનદાર સદી ફટકારીને શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા અને ફિલ્ડિંગ કરતી વખતે તેણે બાઉન્ડ્રી લાઇન પર એક શાનદાર કેચ લઈને મહેફિલ લૂંટી લીધી હતી. ડેવિડ વોર્નરે નેધરલેન્ડની ઇનિંગ્સની 14મી ઓવર દરમિયાન આ કેચ લીધો હતો.
In case you blinked and missed David Warner's gravity-defying catch, here it is for your viewing pleasure. #AUSvsNED pic.twitter.com/jG5MB5Cn14
— Salil Das (@salilkdas) October 25, 2023
મિશેલ માર્શ નેધરલેન્ડની ઇનિંગની 14મી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે ડીપ લેગ તરફ જોરદાર શોટ રમ્યો. એવું લાગતું હતું કે બોલ આસાનીથી બાઉન્ડ્રી લાઇનને પાર કરી જશે. પરંતુ ડીપમાં ઉભેલા ડેવિડ વોર્નરે હવામાં કૂદીને સુપરમેન જેવો શાનદાર કેચ લીધો હતો. વોર્નર બાઉન્ડ્રી લાઇનની ખૂબ નજીક હતો. પરંતુ તેણે પોતાના પર કાબૂ રાખ્યો અને બેટ્સમેનને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
જો મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને મિશેલ માર્શ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી ક્રિઝ પર આવેલા સ્ટીવ સ્મિથે ડેવિડ વોર્નર સાથે મળીને બીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. સ્ટીવ સ્મિથ 71 રન બનાવીને આઉટ થયો હતો. સ્મિથ બાદ લાબુશેન ક્રિઝ પર આવ્યો હતો. તેની સાથે ડેવિડ વોર્નરે 84 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે ચાર વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા આવેલા ગ્લેન મેક્સવેલે પોતાના બેટથી તોફાન મચાવ્યું હતું.
ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 106 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. ગ્લેન મેક્સવેલ ઉપરાંત ડેવિડ વોર્નરે પણ આ મેચમાં સદી ફટકારી હતી અને તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવામાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 399 રન બનાવ્યા અને નેધરલેન્ડને જીતવા માટે 400 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ માત્ર 90 રન જ બનાવી શકી હતી અને મોટા અંતરથી મેચ હારી ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે