'ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે', ગુજરાતમાંથી ઝડપાયો નકલી IPS, 23 લાખની છેતરપિંડી
સુરતના કામરેજમાંથી ઝડપાયો નકલી IPS અધિકારી.. પ્રદીપ પટેલ નામના શખ્સે નકલી અધિકારી બનીને 23 લાખ રૂપિયાની કરી છેતરપિંડી. કામરેજ પોલીસે ઠગની કરી ધરપકડ.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતમાં નકલી પોલીસ પકડાયા પછી હવે સુરતની કામરેજ પોલીસે નકલી IPS અધિકારીને ઝડપી પાડ્યો છે. આ નકલી IPS અધિકારીએ પૈસા પરત ન આપતા ભાંડો ફૂટી ગયો હતો. વાત જાણે એમ છે કે પ્રદીપ પટેલ નામના વ્યક્તિએ એક સમીર નામના વ્યક્તિને પોતે IPS હોવાનું કહીને કામરેજના વલથાણ નજીક આવેલી તોરણ હોટલમાં ભાગીદારી કરવા માટે કહ્યું હતું અને તેની પાસેથી 23 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
જો કે 23માંથી 11 લાખ રૂપિયા પરત ન આપતા સમીરભાઈએ કામરેજ પોલીસને જાણ કરી હતી. નકલી IPS બનીને ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે, જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ પ્રદીપ નામના શખ્સે ફરિયાદી સમીરને પોતે IPS ઓફિસર હોવાની ઓળખ આપી હતી. નકલી IPS બની ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે.
મહત્વનું છે કે આરોપીએ તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહી 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમીર જમાદાર નામના વ્યક્તિને આરોપી પ્રદિપ પટેલે તોરણ હોટલમાં ભાગીદારી કરવાનું કહ્યું હતું અને તેની પાસેથી કુલ 23 લાખ રૂપિયા લીધા હતા. 23માંથી 12 લાખ રૂપિયા આરોપીએ પરત આપી દીધા હતા પરંતુ 11 લાખ રૂપિયા પરત આપ્યા ન હતા. 11 લાખ પરત ન આપતા સમીરે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે