કુદરત સામે લાચાર ખેડૂતોના હાલ બેહાલ! ગુજરાતના આ જિલ્લાના ખેડૂતોને રડાવી રહ્યા છે લાલ ચટક ગાજર!
ગાજરના વાવેતરનું હબ ગણાતા પાટણમાં આ વર્ષે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. ગાજરના સારા ઉત્પાદન બાદ પણ સારા ભાવ ના મળતા ખેડૂતોની સમસ્યા વધી છે. રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારોમાં 500 હેકટરમાં ગાજરની ખેતી કરવામાં આવે છે.
Trending Photos
પાટણ: ગુજરાતના તમામ જીલ્લાઓમાં ખેતીને લઈને કાઈને કાઈ વિશેષ મહત્વ અને ઉત્પાદન રહેલું હોય છે તેવી જ રીતે પાટણ માં પણ શિયાળુ સિઝનમાં ગાજરને પણ પાટણ પંથક માં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે ગુજરાત થી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે પણ ચાલુ સાલે ગાજર ના ભાવ પોષણ ક્ષમ ના મળતા ખેડતો ની હાલત કફોડી બનવા પામી છે.
ગાજરના વાવેતરનું હબ ગણાતા પાટણમાં આ વર્ષે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. ગાજરના સારા ઉત્પાદન બાદ પણ સારા ભાવ ના મળતા ખેડૂતોની સમસ્યા વધી છે. રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારોમાં 500 હેકટરમાં ગાજરની ખેતી કરવામાં આવે છે. પાટણના લાલ ગાજર તેની મીઠાસ માટે જાણીતા છે. ગત વર્ષે 20 કિલો ગાજરનો ભાવ 300થી 400 રૂપિયા રહ્યા હતા. પરંતુ આ વર્ષે ગાજરના 20 કિલોના 160થી 170 રૂપિયા જ ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં રોજની 1200થી 1300 બોરીની આવક થવા પામી છે. પરંતુ પોષણ ભાવ ના મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ છે. ત્યારે પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતો સરકારને ગુહાર લગાવી રહ્યા છે.
ચાલુ સિઝનમાં પાટણ પંથકમાં પડી રહેલ ઠંડીની અસર પાટણના ગાજર ના ઉત્પાદન ઉપર પડવા પામી છે ઠંડીમાં ગાજરનું સારૂ ઉત્પાદન મળતું હોવાથી ચાલુ સિઝનમાં સારી ઠંડી પડતા પાટણ પંથકની ઓળખ એવા ગાજરની આવકમાં મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ગાજરની ખેતી પર નજર કરીયે તો રૂની, હાંસાપુર, માતરવાડી,સહિતના વિસ્તારોમાં 500 હેકટરમાં ગાજર ની ખેતી કરવામાં આવે છે પાટણના ગાજર ની વાત કરીએ તો આ ગાજર કલરમાં લાલ ઘટ તેમજ ટેસ્ટમાં વધુ મીઠું અને લાંબુ હોવાથી આ ગાજરની વિશેષ માંગ જોવા મળે છે.
ગત વર્ષે 20 કિલો ગાજરનો ભાવ રૂપિયા 300થી 400 ના રહેવા પામ્યા હતા પરંતુ ચાલુ વર્ષે ભાવ માં ઘટાડો નોંધાયો છે અને રૂપિયા 160 થી 170 સુધી ના રહેતા ખેડૂતો ની હાલત દયનિય બનવાપામી છે. જે પ્રમાણે ખર્ચાઓ અને મજૂરી કરીયે છીએ તે મુજબના ભાવ ન મળતા સરકારે આ ઉત્પાદન ને બચાવા માટે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ
પાટણ પંથક ના ખેડૂતો શિયાળા ની કડ કડતી ઠંડી માં મોટા ખર્ચાઓ કરી ગાજર નું વાવેતર કરે છે અને પાક તૈયાર થયાં બાદ ગાજર ને જમીન માંથી બહાર કાઢવા માટે મજૂરો બોલાવવા પડે છે જેની મજૂરી પણ મોંઘવારી ને કારણે વધવા પામી છે પણ જયારે માર્કેટ યાર્ડ માં ગાજર નો માલ વેચાણ માટે મુક્યો તો ગત વર્ષ કરતા પણ ખુબજ નીચા ભાવ મળી રહ્યા છે જેમાં ખર્ચા કાઢવા પણ મુશ્કેલ છે.
પાટણ પંથકમાં થતા લાલ ચટક ગાજર હાલતો ખેડૂતોને રડાવી રહ્યા છે. તો ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ગાજરનું વાવેતર પણ ખુબ મોડું થયું છે અને વાવેતરમાં પણ ઘટાડો થવા પામ્યો છે. છતાં પણ માર્કેટ યાર્ડમાં રોજની 1200 થી 1300 બોરીની આવક થવા પામી છે. પાટણના ગાજર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ મુંબઈ સુધીના માર્કેટમાં માંગ રહે છે, પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ભાવમાં ઘટાડો રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે