close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

child death

સુરત : બોલ લેવા ગયેલા માસુમ બાળકનું અંડરગ્રાઉન્ડ ટાંકામાં પડીને મોત, ડુબતો જોઈ અન્ય બાળકો ભાગી ગયા

સુરતમાં એક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા એક બાળકના મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના હજીરા કવાસગામની છે. રમતા રમતા ટાંકામાં પડેલો બોલ બાળક લેવા ગયો હતો, અને તે ટાંકામાં પડ્યો હતો. બાળક બિલ્ડીંગની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડતા તેનું મોત નિપજ્યું છે.

Aug 30, 2019, 11:25 AM IST

મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાન કરડવાથી 7 વર્ષના બાળક અને એક વૃદ્ધાનું મોત

મોરવા હડફના ડાંગરિયા ગામે કુતરાનો આતંક સામે આવ્યો છે. આ ગામમાં કુતરુ કરડવાને કારણે બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. હકાયેલા કુતરાઓ ડાંગરિયા ગામના 7 લોકોને શિકાર બનાવ્યા હતા. જેમાંથી એક 7 વર્ષના બાળકનું અને એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. 

Aug 28, 2019, 07:16 PM IST

સુરત : રમતા-રમતા 2 વર્ષનો બાળક 35 લિટરની ટાંકીમાં ડૂબી ગયો, પરિવારે શોધખોળ કરતા મૃત મળ્યો

સુરતમાં એક માસુમ બાળકનું પાણીના ડ્રમમાં ડૂબતા મોત થયું છે. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી ગયું હતું. ઘટના બાદ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Aug 18, 2019, 02:27 PM IST

સુરત : ગ્રીલ વગરની બારીમાંથી બાળક ત્રીજા માળેથી સીધો નીચે પટકાયો, મોત થયું

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં એક અજીબોગરીબ ઘટના બની હતી. ત્રીજા માળેથી પટકાતા 10 મહિનાના બાળકનું મોત નિપજ્યું છે. સોમવારે સાંજે આ ઘટના બની હતી. જેમાં અપેક્ષા નગરમાં આવેલ એક ઘરમાં પલંગ પાસે ગ્રીલ વગરની બારી હતી. 10 મહિનાનો જયેશ પાટીલ નામનો બાળક પલંગ પર હતો, ત્યારે બારી પાસે અચાનક તેનું સંતુલન ગયું હતું, અને જયેશ ત્રીજા માળેથી તે નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં બાળક જયેશનું મોત નિપજ્યું છે. પાંડેસરા પોલીસે આ મામલે અકસ્માતની નોંધ કરી તપાસ આરંભી છે. 

Jul 23, 2019, 01:50 PM IST

DMCH : 50 બાળકોના મોત મામલે BJP ધારાસભ્યનું અત્યંત શરમજનક નિવેદન

ઉત્તર બિહારની સૌથી મોટી હોસ્પિટલ ડીએમએસીએચમાં જૂન મહિનામાં 50 બાળકોના મોત થયા.

Jul 4, 2019, 12:16 PM IST

મુઝફ્ફરપુરના સાંસદ અજય નિશાદે 134 બાળકોનાં મોતનો ઓળિયો-ઘોળિયો ઢોળ્યો '4G' પર!

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક સપ્તાહ પછી મંગળવારે મુઝફ્ફરપુરની શ્રી ક્રિશ્ના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે અહીં લોકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો 
 

Jun 18, 2019, 07:08 PM IST

અમદાવાદ : લોક થયેલી કારમાં શ્વાસ રુંધાવાથી બાળકનું મોત, કાચ તોડીને બહાર કઢાયો

અમદાવાદના બાપુનગરમાં એક બાળકનું બિનવારસી કારમાં ગૂંગળામણથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે.

Jun 7, 2019, 02:45 PM IST

સુરત : લગ્નપ્રસંગમાં રમતા-રમતા બાળકી વાયરને અડી ગઈ, જોતજોતામાં થયું મોત

સુરતના પાંડેસરામાં 9 વર્ષની બાળકીનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. ઘરમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે લોખંડના પાઇપ પર લગાવેલ લાઇટિંગ ફોક્સને તે સ્પર્શ કરી જતા બાળકીનું મોત નિપજ્યું હતું.

Jun 5, 2019, 02:58 PM IST

વાસી ઉત્તરાયણના દિવસે પણ અકસ્માતની ઘટનાઓ યથાવત, રાજ્યામાં ધાબેથી પડવાના 84 કેસ નોંધાયા

વાસી ઉત્તરાયણઃ રાજ્યમાં દોરીથી ગળું કપાતાં 2 મોત, 84 ઘાયલ

Jan 15, 2019, 06:46 PM IST

ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો, 4 ના મોત, ધાબા પરથી પડવાના 48 કેસ નોંધાયા

અમદાવાદમાં ધાબેથી પડી જવાના 12 કેસો, દોરી વાગવાના 16 કેસો, ઇમર્જન્સીના 25 કેસો નોંધાયા છે. મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં બાળકને પતંગની દોરી વાગવાથી બાળકનું મોત થયું છે.

Jan 14, 2019, 12:29 PM IST

અલ્હાબાદ: ઠસોઠસ ભરેલી હતી ટ્રેન, ગર્મીનાં કારણે શ્વાસ રૂંધાવાથી 6 માસની બાળકીનું મોત

બાળકીનાં મોતથી વ્યથીત પરિવારનો આરોપ છેકે રેલ અલ્હાબાદમાં બે કલાકથી વધારે સમય સુધી રોકાઇ, જેનાં કારણે બાળકીની હાલત ખરાબ થઇ

May 25, 2018, 08:41 PM IST

તાવની સારવાર દરમિયાન મહિલા તેનાં બાળકનું મોત : 18 લાખનું બિલ

ગર્ભવતી મહિલાની સારવાર માટે સતત પૈસા મંગાતા રહ્યા જેવા પૈસા ખુટ્યા મહિલાને મૃત જાહેર કરી દેવામાં આવી

Jan 12, 2018, 05:28 PM IST