નેસવડ નજીક ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં વિકરાળ આગ, કરોડોના નુકશાનનો અંદાજ

ડીહાઈડ્રેશન પ્લાન્ટ (Dehydration Plant) માં લાગેલી આગના કારણે તૈયાર કરાયેલો એક્સપોર્ટ કરવાનો મોટો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો.

નેસવડ નજીક ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં વિકરાળ આગ, કરોડોના નુકશાનનો અંદાજ

નવનીત દલવાડી, ભાવનગર: મહુવા (Mahuva) તાલુકાના નેસવડ ચોકડી પાસે આવેલા હરીપરા ગામ નજીક એક ડીહાઈડ્રેશન પ્લાન્ટ (Dehydration Plant) માં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાનાની ફાયર વિભાગને જાણ કરાતા મહુવા ફાયર બ્રિગેડ (Fire Brigade) નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 10 થી વધુ ગાડી પાણીનો છંટકાવ કરી પાંચેક કલાકની જહેમત બાદ આગ (Fire) ને કાબુમાં લીધી હતી. આગમાં ડીહાઈડ્રેશનનો તૈયાર કરેલો માલ બળીને રાખ થઈ જવા પામ્યો હતો. 

પાંચ કલાક જહેમત બાદ કાબૂમાં આવી આગ
મહુવા (Mahuva) ના નેસવડ ચોકડી નજીક હરીપરા ગામ પાસે આવેલ આર.એસ.ફુડ્‌સ નામની ઈમરાન મીનસારીયા ના ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં (Dehydration Plant) આજે વહેલી સવારે 5:30 ના અરસામાં અચાનક આગ લાગી હતી. આગ (Fire) ની જાણ મહુવા ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ (Fire) બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પાંચેક કલાકની જહેમત બાદ દસથી વધુ ગાડી પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગે આગ (Fire) ને કાબૂમાં લીધી હતી.

આગના કારણે કરોડોના નુકશાનની અંદાજ
ડીહાઈડ્રેશન પ્લાન્ટ (Dehydration Plant) માં લાગેલી આગના કારણે તૈયાર કરાયેલો એક્સપોર્ટ કરવાનો મોટો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. આગ (Fire) માં રૂા. 1 કરોડથી વધુનું નુકશાન થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news