ગુજરાતનો સૌથી પહેલો કિસ્સો; પતિએ પત્ની વિરુદ્ધ કર્યો રેપનો કેસ! DNA ટેસ્ટમાં થયો મોટો ઘટસ્ફોટ

સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિએ પોતાની પત્ની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દીધી છે. આ કપલે DNA ટેસ્ટ કરાવતા ભાંડો ફૂટી ગયો હતો. કારણ કે સંતાન પત્નીના પહેલા કે બીજા એકેય પતિનું નહોતું.

ગુજરાતનો સૌથી પહેલો કિસ્સો; પતિએ પત્ની વિરુદ્ધ કર્યો રેપનો કેસ! DNA ટેસ્ટમાં થયો મોટો ઘટસ્ફોટ

ઝી ન્યૂઝ/સુરત: ગુજરાતમાં એક વિચિત્ર કિસ્સો નોંધાયો છે. અત્યાર સુધી મહિલાઓને પ્રેમ જાળમાંમાં ફસાવી લગ્ન કરી છોડી દેવાના મામલે યુવાનો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ઘણા કિસ્સા જોવા મળે છે પણ સુરતના એક યુવાને DNA ટેસ્ટમાં એક સંતાન પોતાનું ન હોવાનું ખુલતા પતિએ પત્ની વિરુદ્ધ કોર્ટમાં  ફરિયાદ નોંધાવી છે. બે સંતાનના ડીએનએ ટેસ્ટમાં એક સંતાન પોતાનું ન હોવાનું ખુલ્યું હતું. 

સુરતની આ ચકચારી ઘટનામાં યુવતીએ કુંવારી હોવાનું કહી સૌથી પહેલા યુવકને છેતર્યો હતો. 2010 માં યુવાનના લગ્ન થયા હતા. પરંતુ યુવતીએ લગ્ન સમયે પોતે કુંવારી હોવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે પતિએ પોતાનું શોષણ થયાનું અનુભવતા પત્ની સામે ફરિયાદ કરી હતી. પણ સુરતના એક યુવાને લગ્નના 9 વર્ષ બાદ તેની પત્ની સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવાની ફરિયાદ બે-ત્રણ પોલીસ અને ત્યારબાદ કોર્ટમાં નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન અન્ય પુરુષો સાથે સંબંધ રાખી પતિનું શારીરિક શોષણ કર્યું હોવાને લઈને આ પ્રકારની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જાવા પામી છે. 

સુરતમાં ઉલટી ગંગા વહેતી જોવા મળી છે. અહીં એક પરિણીત પુરુષે પોતાની પત્નીએ તેના પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ સુરત પોલીસમાં નોંધાવી હતી. જો કે પોલીસે આ મામલે ફરિયાદ નહોતી લીધી અને ત્યારપછી મામલો સુરત કોર્ટમાં પહોંચ્યો હતો. યુવાને લગ્નના 9 વર્ષ બાદ તેની પત્ની સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવા મથામણ કરી હતી. પરંતુ કોઈએ ફરિયાદ ના લેતા આખરે કોર્ટનો સહારો લીધો હતો. પત્નીએ લગ્નજીવન દરમિયાન અન્ય પુરુષો સાથે સંબંધ રાખી યુવકનું શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવતા ચકચાર મચી જાવા પામી છે. 

મહત્વનું છે કે, સુરતના યુવકે 2010માં યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે આ યુવતીને લગ્નના નવ વર્ષ બાદ એટલે કે 2019 માં અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. આ તપાસ બાદ મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની વાત સામે આવી હતી. એટલું જ નહીં જે યુવક સાથે લગ્ન કર્યા એ પહેલાં પણ તેણીએ એક યુવક સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું હતું. તેના પુરાવા પણ યુવકને મળ્યા હતા. પત્નીએ પોતાના પહેલા  લગ્ન છુપાવીને બીજા લગ્ન કર્યા હતા. 

લગ્નજીવન દરમિયાન પતિ-પત્નીને બે સંતાનો હતાં. તેમાંથી એક નાના સંતાનનો ડીએનએ ટેસ્ટ કરાવતા આ સંતાન પહેલા અથવા બીજા પતિનું ન હોવાનું સામે આવ્યું હતું. લગ્ન બાદ થયેલાં બે સંતાનોમાંથી એક સંતાન કોઈ ત્રીજા વ્યક્તિનું હોવાનું ડીએનએ ટેસ્ટમાં બહાર આવતાં જ પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ સંતાન કોઈ અન્ય વ્યક્તિનું હોવાને લઈને પછી આ પરિણીતા સાથેના તમામ સંબંધો યુવકે કાપી નાખ્યા હતા. આ યુવતીએ આ યુવકની સાથે લગ્ન કરી નવ વર્ષ સુધી તેનો શારીરિક, આર્થિક અને સામાજિક શોષણ કર્યું હતું. જેને લઇને આ પતિએ પોતાની પત્ની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવા માટે સુરત પોલીસ કમિશનરમાં અરજી કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news