સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજને જાહેર કરાઈ હેરીટેજ, આઝાદી પહેલા 1937 માં સ્થપાઈ હતી કોલેજ

સૌરાષ્ટ્રની (Saurashtra) સૌ પ્રથમ કોલેજ એવી રાજકોટની (Rajkot) ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં (Dharmendrasinhji Arts College) બિલ્ડીંગને રાજ્ય સરકાર દ્વારા હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે

સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજને જાહેર કરાઈ હેરીટેજ, આઝાદી પહેલા 1937 માં સ્થપાઈ હતી કોલેજ
  • રાજાશાહિ સમયકાળની સ્કુલો પછી કોલેજ બિલ્ડીંગો હેરીટેજમાં સામેલ
  • ડી.એચ. કોલેજે સમાજને ગુજરાતી સાહિત્યકારો, કલાકારો અને અનેક નેતાઓ આપ્યા
  • જૂનાગઢની ઔતિહાસિક બહાઉદ્દીન કોલેજ સહિત રાજ્યની પાંચ કોલેજોને સમાવેશ

ગૌરવ દવે/ રાજકોટ: સૌરાષ્ટ્રની (Saurashtra) સૌ પ્રથમ કોલેજ એવી રાજકોટની (Rajkot) ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં (Dharmendrasinhji Arts College) બિલ્ડીંગને રાજ્ય સરકાર દ્વારા હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર (State Government) દ્વારા રાજકોટની રાજાશાહી સમયકાળની સ્કુલો બાદ હવે કોલેજના બિલ્ડીંગનો સમાવેશ કરવામાં આવ્યો. આઝાદી (Independence) પૂર્વે 1937માં સ્થપાયેલી ઔતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ, જૂનાગઢની (Junagadh) ઔતિહાસિક બહાઉદ્દીન કોલેજ સહિત રાજ્યની પાંચ કોલેજોનાં બિલ્ડીંગનો હેરીટેજ બિલ્ડીંગોમાં (Heritage Buildings) સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજે સમાજને ગુજરાતી સાહિત્યકારો, કલાકારો અને અનેક રાજકીય નેતાઓ આપ્યા છે. હજું પણ આ કોલેજમાં આર્ટસ અને સાયન્સ વિભાગ કાર્યરત છે અને વિદ્યાર્થીઓ (Students) અભ્યાસ કરી રહ્યા છે. 

રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્ર (Saurashtra) માટે ગૌરવંતા સમાચાર એ છે કે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજની (Dharmendrasinhji Arts College) બિલ્ડીંગને હેરિટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજકોટની કરણસિંહજી હાઇસ્કુલ અને બાઇ સાહેબબા હાઇસ્કુલનાં રાજાશાહિ સમયગાળાનાં બિલ્ડીંગોને હેરીટેજ બિલ્ડીંગ (Heritage Buildings) તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. હવે આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે આઝાદી (Independence)  પૂર્વે 1937માં સ્થાપવામાં આવેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં બિલ્ડીંગને પણ હેરીટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પાંચ કોલેજોનાં બિલ્ડીંગોને હેરીટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કર્યા છે. જેમાં રાજકોટની ઔતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ, જૂનાગઢની (Junagadh) ઔતિહાસિક બહાઉદ્દીન કોલેજ, અમદાવાદની  ગુજરાત કોલેજ, વિસનગરની એમ.એન. કોલેજનો સમાવેશ થાય છે.

સ્થાપનાં સમયે મુંબઇ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી- પ્રિન્સિપાલ રાઠોડ
રાજકોટની (Rajkot) ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં પ્રિન્સિપાલ ડો. એ.એસ.રાઠોડે જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રસિંહજી કોલેજ (Dharmendrasinhji Arts College) સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ છે. જે શરૂ થઇ ત્યારે મુંબઇ યુનિવર્સિટી (Mumbai University) સાથે જોડાયેલી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University) સ્થાપના થતા ત્યાર થી તેની સાથે સંલગ્ન છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, (CM Vijay Rupani) કર્ણાટકનાં પૂર્વા રાજ્યપાલ વજૂભાઇ વાળા, ગુજરાતી રંગમંચનાં કલાકાર રમેશ મહેતા, સાહિત્યકાર મકરંદભાઇ દવે સહિતનાં મહાનુભાવો અભ્યાસ કરી ચુક્યા છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં દેશનાં બે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ અને ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ન અને બે વડાપ્રધાન જેમાં ઇન્દીરા ગાંધી અને અટલ બિહારી બાજપાઇ પણ મુલાકાત લઇ ચુક્યા છે.

ઐતિહાસિક વારસો સાચવવા ગ્રાન્ટ પણ ફાળવી દેવાય
હાલ રાજ્ય સરકાર ઔતિહાસિક ધરોહરની જાળવણી થાય અને વધુમાં વધુ લોકો તેની મુલાકાત લે તે માટે થઇને પ્રયાસો કરી રહી છે. રાજકોટમાં અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે. જે પૈકી ધર્મેન્દ્રસિંહજી કોલેજના બિલ્ડીંગને હેરીટેજમાં સ્થાન મળતા સૌરાષ્ટ્ર માટે ગૌરવવંતા સમાચાર કહી શકાય. આ ઔતિહાસિક ધરોહરની જાળવણી થાય તે માટે સરકારે રીનોવેશન માટેની દરખાસ્તો મંગાવી છે. રાજ્ય સરકાર દ્વારા ઔતિહાસિક બિલ્ડીંગોને હેરીટેજમાં સ્થાન આપી ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news