'પોલીસ તમારે દ્વાર': સુરત પોલીસનું અનોખું અભિયાન, મહિનામાં 1 કલાક કરશે આ કામ

એકર આમ તો પોલીસનું (Police) નામ પડતા જ લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે. જો કે સુરત ગ્રામ્ય પોલીસે (Surat Rural Police) એક એવી પહેલ શરૂ કરી છે કે જેને કારણે લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ અને મિત્રતા પણ વધી છે

'પોલીસ તમારે દ્વાર': સુરત પોલીસનું અનોખું અભિયાન, મહિનામાં 1 કલાક કરશે આ કામ

ચેતન પટેલ/ સુરત: એકર આમ તો પોલીસનું (Police) નામ પડતા જ લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે. જો કે સુરત ગ્રામ્ય પોલીસે (Surat Rural Police) એક એવી પહેલ શરૂ કરી છે કે જેને કારણે લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ અને મિત્રતા પણ વધી છે. આ અભિયાન (Police Campaign) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ લોકોના પ્રશ્નો હલ થાય તે માટે પોલીસ (Surat Police) દ્વારા 'પોલીસ તમારે દ્વાર' (Police At Your Door) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પોલીસ વડાથી (District Police Chief) લઈને કોન્સ્ટેબલ (Constable) સુધીના તમામ કર્મચારીઓ મહિનામાં એક કલાક વૃદ્ધોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછશે અને કોઈ પણ પ્રશ્ન હશે તો તેનો નિરાકરણ લાવશે.

અત્યાર સુધી સુરત ગ્રામ્ય (Surat Rural) ઓફિસમાં વૃદ્ધો આવા નવાર પોતાની ફરિયાદ લઈને આવતા હતા અને કલાકો સુધી બેસી રહેવું પડતું હતું આ જોતા જ સુરત ગ્રામ્યના એસપી ઉષા રાડા (SP Usha Rada) દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. ઉષા રાડાએ વૃદ્ધોના પ્રશ્નો ઘર આંગણે જ ઉકેલ આવે તે માટે ફરિયાદ તો સાંભળશે જ પરંતુ સાથે સાથે તેમને પડતી અગવડતાઓનું પણ નિરાકરણ કરવા પ્રયાસ હાથ ધરશે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ લોકોના પ્રશ્નો હલ થાય તે માટે પોલીસ દ્વારા 'પોલીસ તમારે દ્વાર' (Police At Your Door) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

No description available.

આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ વડાથી (District Police Chief) લઈને કોન્સ્ટેબલ (Constable) સુધીના તમામ કર્મચારીઓ મહિનામાં એક કલાક વૃદ્ધોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછશે અને કોઈ પણ પ્રશ્ન હશે તો તેનો નિરાકરણ લાવશે. જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા 'પોલીસ આપને દ્વાર' (Police At Your Door) કાર્યક્રમ અંતર્ગત 3 હજાર જેટલા વૃદ્ધોનું લિસ્ટ બનાવીને મદદ કરવાનું આયોજન છે. દર મહિને વૃદ્ધોને મળ્યા બાદ તેમના પ્રશ્નો અને તેના સમાધાન માટે શું કરી શકાય તેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે.

વળી દર મહિને કોઈ ફિક્સ તારીખ ન રાખીને કોઈ પણ તારીખ અને ચોક્સ સમયે તમામ વૃદ્ધોને ત્યાં એક સાથે જવામાં આવશે. જેથી વૃદ્ધોને પડતી સાચી મુશ્કેલીઓ જાણીને તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અંગે વાત કરતા ઉષા રાડા એ જણાવ્યું હતું કે મહુવા તાલુકાના અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં અભિયાનની શરૂઆત કર્યા બાદ ખરેખર આત્મસંતોષ આપનારો છે. પોતે પહેલી જ વાર તેમના દ્વારા જઈને જરૂરી કરીયાણાની કીટ આપી હતી.

ઘણા વૃદ્ધોના ઘરમાં ઊંઘવા માટે ખાટલાની પણ સગવડ નહોતી. તો ઘણી જગ્યાએ વાસણ સહિતની જરૂરીવસ્તુઓ ન હોવાનું સામે આવ્યું. ઘણા વૃદ્ધો મોતિયો જેવી આંખો સહિતની અન્ય બિમારીનો પણ સામનો કરી રહ્યાં છે. આ બધી જ બાબતો સામે આવી છે. જે માનવતાના ધોરણે આ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવશે.

ઉત્સાહથી તમામ કર્મચારી જોડાય તેવો પ્રયાસસુરત જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પોલીસ કર્મચારી પર વર્ક લોડ ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પોલીસ કર્મચારીઓમાં પણ કંઈ કર્યાનો સંતોષ રહે અને ઉત્સાહ તથા નવી સ્કૂર્તિ સાથે કામ કરવામાં આવે તેવું પણ આ અભિયાન અંતર્ગત ધ્યાન રાખવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news